શહેરા : ખ્વાજા સાહેબના વિરૂદ્ધમાં અશોભનીય શબ્દો ઉચ્ચારનાર ન્યુઝ-18 ના એન્કરને સજા અપાવવા સમગ્ર મુસ્લિમ સમાજ-શહેરા દ્વારા પ્રાંત અધિકારીને આવેદન અપાયું…

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

ભારત દેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી કોમવાદી પરિબળોએ પોતાનું ધડ વગરનું માથું ઉચક્યું છે, હાલ કોરોના જેવી મહામારીને લઈને સમગ્ર વિશ્વ જઝુમી રહ્યું છે અને ગરીબ, મધ્યમ વર્ગીય લોકોના હાલ બેહાલ થઇ રહ્યા ત્યારે આવા કપરા સમયમાં પણ અમુક શૈતાની માનસિકતાથી પીડાતા વાહિયાત લોકો ધર્મવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે. એટલે કે પોતાના આકાઓના ઇશારે દેશના નાગરિકોના ધ્યાનને ભટકાવવાની નાકામ કોશીસ કરી રહ્યા છે. આવો જ એક બનાવ બે દિવસ અગાઉ પૂર્વ આયોજિત રીતે ઉપજાવી કઢાતા સાંપના મોં માં છછુંદર ફસાયા જેવો ઘાટ થયો છે.

તા-૧૫\૦૬\૨૦૨૦ ના રોજ ન્યુઝ-18 ઇન્ડીયા નામની ન્યુઝ ચેનલના “આરપારમેં આજ સબસે નઈ બહશ” નામે એક પ્રોગ્રામ આયોજીત કરવામાં આવ્યો હતો, એ પ્રોગ્રામની ડિબેટમાં ન્યુઝ એન્કર તરીકે અમિષ દેવગન નામક વ્યક્તિએ પોતાની ઔકાતથી વધુ મોટા શબ્દો ઉચ્ચારી પોતાના ખૂનમાં કેટલી હદે હલકાઈ ઉભરાય છે એની ખરાઈ કરી બતાવી હતી. ન્યુઝ એન્કર અમિષ દેવગને ડીબેટ દરમિયાન ચાલી રહેલી ચર્ચામાં જાણી જોઇને ઈરાદા પૂર્વક ઇસ્લામ ધર્મના વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત એવા ખ્વાજા મોઇનુદ્દિન ચિસ્તી (ર.અ.) સાહેબની શાનમાં ગુસ્તાખી ભરેલા શબ્દો કહ્યા હતા. જેને લઈને સમગ્ર વિશ્વ સહીત ભારતમાં પણ ન્યુઝ-18 ઇન્ડિયાના સંચાલન અને એન્કરના વિરૂદ્ધમાં ફીટકારની લાગણી વરસી રહી છે તેમજ ભારત દેશના અનેક નગરોમાં ખ્વાજા ગરીબ નવાઝ (ર.અ.) ના દરેક ધર્મના આશીકો દ્વારા ન્યુઝ-18 ઇન્ડિયાના સંચાલન મંડળ અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરનારા ન્યુઝ એન્કર અમિષ દેવગનના વિરૂદ્ધમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ રહી છે.

જેને અનુરૂપ ગત રોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં પણ સમગ્ર મુસ્લિમ સમાજ શહેરા દ્વારા પ્રાંત અધિકારી જય બારોટ સાહેબને રાષ્ટ્રપતિને સંબોધીને લેખિત ફરિયાદ રૂપે રજૂઆત કરવામાં આવી હતી અને એ રજૂઆત ફરિયાદમાં જણાવાયું હતું કે, રાજસ્થાન રાજ્યના અજમેર શરીફ મુકામે આજથી આશરે ૮૦૦ વર્ષ પહેલા વિશ્વ પ્રસિદ્ધ સુફી સંત ખ્વાઝા મોઇનુદ્દિન ચિસ્તી (ર.અ.) સાહેબ તથા તેમના અનુયાયીઓ માત્ર પોતાની સાથે કુરઆન શરીફ અને નમાજ પઢવા માટે જાનમાજ (કાપડનો ટુકડો) લઈને આવ્યા હતા. ખ્વાઝા મોઇનુદ્દિન ચિસ્તી (ર.અ.) સાહેબ તથા તેમના અનુયાયીઓએ અખંડ ભારત દેશમાં પ્રવેશ કર્યો ત્યારે ખ્વાઝા મોઇનુદ્દિન ચિસ્તી (ર.અ.) સાહેબે કોઈ પણ પ્રકારે આક્રમણ કર્યું ન હોય કે કોઈને પણ લુંટ્યા હોય કે પરેશાન કર્યા હોય તેવો એક પણ કિસ્સો ઇતિહાસમાં તેમજ દંતકથામાં આજદિન સુધી લેખાયો કે ઉલ્લેખાયો નથી. તેમ છતાં ન્યુઝ-૧૮ ઇન્ડિયાના ન્યુઝ એન્કર એવા અમિષ દેવગને પોતાની ચેનલની ટી.આર.પી તેમજ સસ્તી પબ્લિકસીટી મેળવવા હિંદુ, મુસ્લિમ, શીખ, ઈશાઈ જેવા દરેક ધર્મના પ્રિય એવા ખ્વાઝા ગરીબ નવાઝની શાનમાં અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

આ સમગ્ર બાબતને લઈને શહેરા મુસ્લિમ સમાજ દ્વારા ન્યુઝ-૧૮ ના સંચાલકો અને ન્યુઝ એન્કર અમિષ દેવગનના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી કડકમાં-કડક કાર્યવાહી કરવામાં આવે અને ભારતના ઇતિહાસના અનમોલ રતન કહેવતા ખ્વાઝા સાહેબના પ્રેમીઓને ન્યાય મળી રહે એવો હુકમ કરવા જણાવાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here