રેતી માફિયાઓ બનિયાં બેફામ.. વાર વાર રજુઆત કરવા છતાં કોઈ નિકાલ નહિ છોટાઉદેપુર તાલુકા તથા જિલ્લામાં બેફામ રેતી માફિયાઓ પર લગામ ક્યારે..??

છોટાઉદેપુર, સકીલ બબોચ :-

અલસીપુર ગ્રામજનો દ્વારા ગેરકાયદેસર રેતી કાઢતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની છોટાઉદેપુર નિવાસી કલેકટર ને આવેદનપત્ર આપવામાં આવ્યો

અલસીપુર ગ્રામજનો દ્વારા નિવાસી કલેકટર એસ.ડી. ગોકલાણીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરી અલસીપુર ગામમાં બીન પરવાનગી એ રેતી કાઢતા રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી જેમાં તેઓ દ્વારા જણાવેલ કે અલસીપુર ગામમાં આરસીસી રોડ બનાવવામાં આવેલ છે અને આ રોડ ઉપરથી બિન પરવાનગી એ રેતીકાઢી રેતી માફિયાઓના ટેકટરો મોટી ગાડીઓ આ રોડ ઉપરથી પસાર થાય છે જેના કારણે આરસીસી રસ્તો તૂટી જવાના ભઈને કારણે આ રસ્તા ઉપર થી ટેકટરો મોટી ગાડીઓ ન લઈ જવા ગ્રામજનો દ્વારા રેતી માફિયાઓને કહેવામાં આવતા રેતી માફિયાઓ દ્વારા ગ્રામજનોને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે આ અંગે બે મહિના અગાઉ નાયબ કાર્યપાલક છોટાઉદેપુર તેમજ ઝોઝ આઉટ પોસ્ટમાં પણ લેખિત ફરિયાદ કરવામાં આવેલ છે પરંતુ હજુ સુધી કાંઈ કાર્યવાહી રેતી માફિયાઓ સામે કરવામાં આવી નથી જેથી વહેલી તકે રેતી માફીયાઓ સામે કાર્યવાહી કરવા તેમજ ગામમાં બંદોબસ્ત આપવા રજૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here