રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મીડિયા કર્મચારીઓ સાથે પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ કર્યો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજભવન ખાતેથી યોજાયેલ વિડીયો કોન્ફરન્સમાં રાજ્યના તમામ જિલ્લામાં કલેકટરનાલય ખાતે મીડિયા કર્મીઓની ઉપસ્થિતિ

રાજ્યમાં 7.13 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા – રાજયપાલ આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક ખેતી સાથે એક અલગ જ લગાવ રાખતા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજરોજ ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યના જિલ્લા કલેક્ટરાલય ખાતે માધ્યમ કર્મીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા હતા અને માધ્યમ કર્મીઓ સાથે તેઓએ પ્રાકૃતિક ખેતી થી થતા ફાયદા તેમજ રાસાયણિક ખાતરો પેસ્ટીસાઈડ ના ખેતીમાં વપરાશ થી થતા નુકસાન અંગે માહિતગાર કર્યા હતા.

વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી જોડાયેલા રાજ્યપાલ આચાર્ય દેવ રતે જણાવ્યું હતું કે ગુજરાતના 7.13 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે અને તેઓ હાલ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે રાજ્યમાં 10.39 લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાય છે આ તાલીમ માત્ર છેલ્લા ત્રણ મહિનામાં જ અપાય હોવાનો રાજ્યપાલે જણાવ્યું હતું ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીના અમૃત મહોત્સવ ના આવા નિમિત્તે વડાપ્રધાને પંચાયતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવાનું આહવાન કરતાં 5233 પંચાયતો વડાપ્રધાનના આવાન સાથે જોડાય હોવાનું તેઓએ ચિતાર રજૂ કર્યો હતો. જેમાં 3,689 ગ્રામ પંચાયતોમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે, મીડિયા કર્મીઓને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પત્રકારો સમાજમાં નવજાગરણ નું કામ કરતા હોય તેમજ સમાજ માટે પોતાનો દાયિત્વ
દાખવતા હોય પત્રકારોના માધ્યમથી પ્રાકૃતિક ખેતીનો બહોળો પ્રચાર અને પ્રસાર થાય તેને તેઓએ ઇચ્છનીય અને સરાહનીય ગણાવ્યું હતું.

પ્રાકૃતિક ખેતી થી ઉત્પન્ન થતા વિવિધ પાકો સ્વાસ્થ્ય માટે લાભદાયક નીવડે છે , બીમારીઓ સામે રક્ષણ મળે છે, યુરિયા અને ડીએપી તેમજ પેસ્ટીસાઈડ દવાઓથી દેશમાં અનેક બીમારીઓ વધી રહી છે કેન્સરના દર્દીઓ કિડનીના દર્દીઓ ડાયાબિટીસના દર્દીઓ હાર્ટ એટેકના દર્દીઓ સહિત ની બીમારીઓ નો ઉલ્લેખ કરી તેઓએ આપણી ખાણીપીણીની વસ્તુઓ માં શુદ્ધતા જળવાતી ન હોય ખેતીના પાકોમાં યુરિયા અને પેસ્ટીસાઇઝ નો વધુ પ્રમાણમાં ઉપયોગ થતો હોય આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનાથી વિશેષ પ્રમાણમાં બીમારીઓ ફેલાતી હોવાનો ચિતાર રજૂ કર્યો હતો. આચાર્ય દેવવ્રતે યુરિયા ખાતર ને ઝેર સમાન ગણાવ્યું હતું, અને આ ઝેર ને આપણે ધરતીના પેટાળમાં નાખી ધરતીને ઝેરી બનાવતા હોવાનું પણ જણાવ્યું હતું.

ગત વર્ષ 2.5 લાખ કરોડ નો યુરીયા વિદેશોમાંથી આયાત કરાયો હોવાનું તેઓએ જણાવ્યું હતું. ખેતરોમાં વધુ ઉત્પાદન લેવા માટે યુરિયા અને ડીએપી ખાતર વાપરવામાં આવે છે જે ધરતીને બંજર બનાવી રહ્યું છે 60 ના દશકમાં દેશમાં હરિત ક્રાંતિ આવી તે સમયે દેશની ધરતી 2 થી 2.5 ઓર્ગેનિક કાર્બન ધરાવતી હતી, જ્યારે હાલ સમગ્ર ભારતમાં ધરતીના પેટાળમાં માત્ર 0.5 ઓર્ગેનિક કાર્બન જ હોવાનો તેઓ જણાવ્યું હતું, અને વૈજ્ઞાનિકોના તારણ મુજબ આટલા ઓર્ગેનિક કાર્બન ધરાવતી ધરતી એ બંજર ધરતી બની ગઈ હોવાનો તેઓ એ કહ્યું હતું, 60 નાં દશકમાં એક એકર જમીનમાં ખેતી કરવા માટે ૧૦ થી ૧૫ કિલો યુરિયાનો વપરાશ થતો હાલમાં એક એકર ખેતી કરવા માટે દસ બેગ જેટલો વપરાશ થઈ રહ્યો છે એટલે કે 100 ગણો યુરિયાના વપરાશમાં વધારો થયો હોવાનો અને જમીનોએ વધુ ઉત્પાદન આપવાનો પણ બંધ કર્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. યુનેસ્કોના રિપોર્ટનો હવાલો આપતા તેઓએ જણાવ્યું હતું કે વિશ્વમાં આ જ પ્રમાણે રાસાયણિક ખેતી થઈ તો આવનાર 50 વર્ષમાં ધરતી મકાનોના ફર્શ જેવી થઈ જશે.

વિશ્વમાં હાલ ગ્લોબલ વોર્મિંગ ની ઍક મોટી સમસ્યા છે એ માટે 24 ટકા તો રાસાયણિક ખેતી જવાબદાર હોવાનું પણ વૈજ્ઞાનિક તારણ બહાર આવેલ હોવાનુ તેઓએ જણાવ્યું હતું, પોતે પ્રાકૃતિક ખેતી માટે જે અભિયાન ચલાવી રહ્યા છે તેને કોઈ રાજનીતિ કે ધર્મ સંપ્રદાય સાથે સંબંધ નથી નું જણાવી તમામ દેશવાસીઓ સ્વસ્થ અને નીરોગી રહે અને તેઓને ખાવા માટે સ્વચ્છ આહાર મળે એ દિશામાં પોતાનો પ્રયાસ હોવાનો જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here