રાજપીપળા વિશ્વકર્મા મંદિર પાસે સતત સાત વર્ષથી ચાલતા માઁ શક્તિ બાલિકા ગરબાએ ભારે ધૂમ મચાવી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજપીપળા શહેર માં વિશ્વકર્મા મંદિર ના પટાંગણ ખાતે માઁ શક્તિ બાલિકા ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે.માઁ શક્તિ બાલિકા ગરબા છેલ્લા 7 વર્ષ થી આયોજન કરવામાં આવે છે.આ ગરબા માં નાના ભૂલકાઓ થી 15 વર્ષ સુધીના બાળકો ને પ્રવેશ આપવામાં આવે છે.આ વર્ષ 300 બાળકો એ આ ગરબા માં ભાગ લીધો છે.દર વર્ષે આ આયોજન કરવામાં આવે છે અને બાળકો ને નાસ્તા સાથે દરરોજ ગિફ્ટ પણ આપવામાં આવે છે.
માઁ શક્તિ બાલિકા ગરબા ના આયોજકો માં રવિભાઈ દેશમુખ,કનકસિંહ માત્રોજા અને પરેશભાઇ પટેલ નો મહત્વ નો ઉદ્દેશ એ છે કે નાના બાળકો ને એક સારું પ્લેટફોર્મ મળી રહે હાલ મોટેરા ઓ જ્યારે ટ્રેડિશનલ ગરબા ની ઝાક ઝમાક માં વ્યસ્ત છે ત્યારે બાળકો પણ ગરબા માં પોતાનું કૌવત બતાવે અને જ્યારે મોટા થઈ ને કોઈપણ જગ્યાએ ગરબા રમવા જાય તો કોઈપણ પ્રકાર ની તકલીફ ના પડે અને પોતાનામાં રહેલી શક્તિ બહાર આવે આયોજકો દ્વારા એક સારું આયોજન કરવામાં આવ્યું છે.આ બાલિકા ગરબા માં આવતા મહેમાનો દ્વારા પણ બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવી રહયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here