રાજપીપળા પાસેના વરખડ ગામે ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરને વીજ કરંટ લાગતા મોત…

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

રાજસ્થાની કારીગર ફ્લોરિંગ નાં કામ માટે વરખડ ગયેલ સ્થળ પર જ મોત નીપજતાં રાજપીપળા દવાખાને લાવતા તબીબોએ મૃત જાહેર કર્યો

રાજપીપળા પાસે ના વરખડ ગામે ટાઇલ્સ ફિટ્ટિંગ નું કામ કરતા ઍક રાજસ્થાની કારીગર ને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક ધર્મેન્દ્ર કિશોરભાઈ માલ ઉ. વર્ષ.30 રહે. બાગોડી, તા. ઉદેપુર જિલ્લો, ઝુંનઝૂંન રાજસ્થાન નાઓનો ફલોરિંગ ટાઇલ્સ ફિટિંગ માટે રાજપીપળા પાસે ના વરખડ ગામે ગયો હતો, જ્યાં તે ટાઇલ્સ ફિટિગ કરતો હતો ત્યારે તેના ટાઇલ્સ કટિંગ ના ઇલેક્ટ્રિક સાધન મા અચાનક વીજ કરંટ લાગતા તે જે મકાન મા કામ કરતો ત્યાંજ બેભાન થઇ પટકાયો હતો, વીજળી નો કરંટ એટલો ભારે હતો કે તેના પ્રાણ પંખેરું અકસ્માત સ્થળે જ ઉડી ગયા હતા.

મકાન માલિક ને જાણ થતાં તેને સારવાર માટે રાજપીપળા ના સરકારી દવખાના મા લવાયો હતો, જ્યાં ફરજ ઉપર ના તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે અકસ્માત મોત નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here