રાજપીપળા પાલિકાના કર્મચારીઓ દ્વારા મનમાની !! અમુક દુકાનદારોને ખોટી રીતે હેરાન કરી દંડ વસુલાતો હોવાથી વેપારીઓમાં રોષ : પત્રકારોએ માહિતી માંગતા લુલો બચાવ

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા હોવા છતાં દુકાનદારોને કાયદા બતવનારા કર્મચારીઓ ખુદ કાયદાનું પાલન કરતા નથી

કોરોના વાયરસની મહામારીમાં લોકો આર્થિક રીતે તૂટી પડ્યા હોવાથી ખુબ જ પરેશાનીમાં મુકાયા છે લોકડાઉન-૪ જાહેર થયેલ છે ત્યારથી ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી છે એવા સંજોગોમાં પાલિકાના કર્મચારી દ્વારા રાજપીપલા શહેરમાં જે પણ જાહેરમાં થુકે છે અને જાહેરમાં માસ્ક પહેર્યા વગર ફરે છે એવા લોકોને પાલીકા ટિમ દંડ ફટકારે એ સ્વાભાવિક છે પરંતુ કેટલીક જગ્યાએ અમુકને ખોટી રીતે હેરાન કરી દંડ વસુલ કરનારા આ કર્મચારીઓ ખુદ કાયદાનું પાલન કરતા નથી તેવી વાત પણ જાણવા મળી છે.

આ બાબતે એક દુકાનદારે જણાયું હતું કે મારી દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ હોવા છતાં અને મેં પણ માસ્ક પહેર્યા હોવા છતાં પાલિકાના કર્મચારી તાનાશાહી વાપરીને ઉચ્ચ અધિકારીની ધમકી આપીને મારી પાસેથી દંડ વસૂલ કર્યો હતો. દુકાનની અંદર દુકાનદાર ગ્રાહકને સોશિયલ ડિસ્ટન્સથી સેલિગ કરી રહ્યો હતો અને દુકાનદારે પણ મોઢા પર માસ્ક પહેર્યો હતો તેમછતાં રાજપીપળા પાલીકાના કર્મચારી જબરજસ્તીથી રસીદ ફાડીને પૈસાની ઉઘરાણી કરી હતી દુકાનદારે એ કર્મચારીઓને કહ્યું પણ ખરું કે મારી દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે જ ગ્રાહક બેઠા છે છતાં કેમ મને દંડ કરાયો…?? લોકડાઉનમા દુકાનોના ધંઘો થતો નથી અને આવા એક બે ગ્રાહક આવે છે તો પાલિકાના કર્મચારી આવી રીતે હેરાન કરે છે હવે અમારે શુ કરવું પાલીકા કહે તો અમેં ધઘો બંધ કરી ભૂખે મરીયે એવા આક્રોષ વેેપારીઑ ઠાાલવી રહયા છે.

જોકે આ બાબતે પાલીકા કર્મચારીને દુકાનદારે કહ્યું હતું કે મારી દુકાનમા ગ્રાહક સોશિયલ ડિસ્ટન્સથી બેઠા છે તો પાલીકાના કર્મચારીએ દુકાનદારને જણાવ્યું કે અમને અમારા સાહેબે કીધુ છે કે દુકાનમા બે થી વધુ ગ્રાહક ના હોવા જોઈએ.

પાલિકાના જવાબદાર અધિકારીઓની પત્રકારો સાથે ખોખોની રમત, માહિતી આપવામાં અખાડા

બીજી તરફ લોકડાઉન દરમિયાન એક પત્રકારે પાલીકામાં જઈ રોજ કેટલાક વ્યક્તિઓને દંડ કરે છે..? ગુજરાત સરકારની ગાઈડ લાઇન અને પાલીકા ગાઈડ લાઇન વિશે મૌખિક માહિતી માંગી ત્યારે ત્યાં હાજર કર્મચારીએ લેખિતમાં આપવા જણાવતા લિખિત આપ્યા બાદ થોડીવારમાં માહિતી મળશે તેમ જણાવ્યું ત્યારબાદ બે કલાક બાદ આ માહિતી લેવા ગયા તો હાજર કર્મચારીએ ના પાડી કે ચિફ ઓફિસરે માહિતી આપવાની ના પાડી છે. તમે ફોન કરીને પુછીલો પત્રકારે ચિફ ઓફિસર જયેશ પટેલને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે “હું રજા ઉપર છું અને કામમા છુ” જેવો ઉડાઉ જવાબ આપ્યો હતો ઉપરાંત ઇન્ચાર્જ સી.ઓ પ્રશાંત પરીખને ટેલિફોનિક વાત કરતા આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે “હું આ બાબતે જવાબ નહીં આપી શકું …”તમે જયેશ પટેલને પૂછો એક બે દિવસમાં મને ખ્યાલ ન આવે”. જો પત્રકારોને આવા ઉડાઉ જવાબ મળતા હોય તો સામાન્ય પ્રજા નું શુ થાય….??? પાલીકાની આવી કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા હતા.

ગાંડી સાસરે ન જાય અને ડાહીને સલાહનો પાલિકાનો વહીવટ

જોકે પત્રકારો લોકડાઉનમાં કેટલો દંડ વસુલ કર્યો તે બાબતે લેખિતમાં માહિતી લેવા ગયા ત્યારે પાલિકા કચેરીમાંજ કેટલાક કર્મચારીઓ વિના માસ્ક નજરે ચઢ્યા હતા તો શું કાયદા ફક્ત પ્રજા માટે જ છે …????
જો કાયદો બધા માટે લાગુ પડતો હોય તો પાલીકાના કર્મચારીઓ કેમ આ કાયદાનું પાલન નથી કરતા અને તેમને આ માટે કોણ દંડ કરશે તેવી લોક ચર્ચા ઉઠી છે. 
થોડાક સમય પહેલા જ ચીફ ઓફિસર જયેશ પટેલ જાહેર સ્થળે માસ્ક પહેર્યા વિના નજરે પડ્યા હતા. શુ તેમને દંડ કરવામાં આવ્યો ????

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here