રાજપીપળા નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરાઇ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

પાંચ વર્ષના લાંબા અંતરાળ બાદ તમામ સમિતિઓની રચના કરાતાં લોકાભિમુખ વહીવટ ની ખેવના કરતા નગરજનો

ભાજપાની સપષટ બહુમતી છતાં અપક્ષ તરીકે ચુંટાયેલા વોર્ડ નં 1 ના મુસ્લિમ મહિલા ને એપેલેટ સમિતિના ચેરમેન બનાવાયા

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી ઓ ફેબ્રુઆરી માસ મા યોજાઇ હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી એ સપષટ બહુમતી મેળવતાં સત્તા પોતાના હસ્તક કરી હતી.પ્રમુખ તરીકે યુવાન અને ઉત્સાહિત કુલદીપસિહ ગોહિલ ની વરણી કરવામાં આવી હતી ચુંટણી મા વિજેતા નીવડેલા ભારતીય જનતા પાર્ટી ના મોટા ભાગના સદસયો યુવાન હોય લોકાભિમુખ વહીવટ કરસે ની નગરજનો આશા સેવી રહ્યા છે ત્યારે આજરોજ નગરપાલિકાની વિવિધ સમિતિ ઓના ચેરમેનો ની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટી માથી ચુંટાયેલ તમામ સભ્યો ને સમિતિઓ ફાળવવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ભારતીય જનતા પાર્ટી એ એક પણ મુસ્લિમ ઉમેદવાર ને ટિકિટ આપી નહોતી ત્યારે અપેક્ષ તરીકે વિજેતા થયેલા વોર્ડ નં 1 ના સદસય સાબેરાબેન શેખ ને સમિતિ ફાળવવામાં આવતા સહુને આશ્ચર્ય થયું હતું.

રાજપીપળા નગરપાલિકાની ના ચેરમેન તરીકે સપનાબેન રમેશભાઈ વસાવા , ટાઉન પ્લાનિંગ સમિતિ નામદેવભાઈ અરવિંદભાઈ દેવ , બાંધકામ સમિતિ કિંજલબેન સંજયભાઈ તડવી , સેનેટરી સમિતિ ધરમિષટાબેન કમલેશભાઈ પટેલ , એપોઇન્ટમેન્ટ સમિતિ લીલાબેન સુરેશભાઈ વસાવા , ગાર્ડન સમિતિ આશિષભાઇ ડબગર , લાઇટ સમિતિ વૈશાલીબેન માછી , વાહન સમિતિ ગિરિરાજસિંહ મહેન્દ્રસિંહ ખેર , પરચેઝ સમિતિ આશિષભાઇ ડબગર , ટાઉનહોલ સમિતિ વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ ગોહિલ , રમતગમત સમિતિ વૈશાલીબેન માછી , વોટરવર્કસ સમિતિ અમીષાબેન વસાવા ,લાઇબ્રેરી્ સમિતિ પ્રજ્ઞેશભાઈ રામી , ભુગર્ભગટર સમિતિ કાજલબેન પંકિલભાઇ પટેલ , લીગલ સમિતિ કાજલબેન રામચંદ્ર કાછીયા , જૈવિક વિવિધતા વયવસથાપન સમિતિ કાજલબેન રામચંદ્ર કાછીયા , પસંદગી સમિતિ લીલાબેન સુરેશભાઈ વસાવા , એમબયુલનસ સમિતિ મીરાબેન ભવાની પ્રસાદ કહાર અને એપેલેટ સમિતિ ના ચેરમેન તરીકે સહુના આશ્ચર્ય વચ્ચે અપેક્ષ સદસય સાબેરાબેન રજજાકભાઈ શેખ ની જાહેરાત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા નગરપાલિકાના છેલ્લા પાંચ વર્ષ ના ભારતીય જનતા પાર્ટી ના શાસનકાળ દરમિયાન આટલી સમિતિ ઓના ચેરમેન બનાવવામા આવ્યા જ નહોતા જેથી અસંતોષ પણ હતો પરંતુ નવનિયુક્ત યુવાન પ્રમુખ કુલદીપસિહ ગોહિલ લોકાભિમુખ અને પારદર્શી વહીવટ કરવા ની નેમ રાખતાં હોય તમામ સદસયો ને સમિતિ ના ચેરમેન બનાવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here