રાજપીપળા કબ્રસ્તાન પાસે જુગાર રમતા પાંચ જુગારીયાઓને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયા….

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

રૂ.૧૯ હજારનો મુદ્દામાલ ઝડપી પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી

નર્મદા જિલ્લા પોલીસ વડાિ હિમકર સિંહ, એ LCB પોલીસને જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિને ડામી દેવા તેમજ પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિને નાબુદ કરવાની કડક સુચના અને માર્ગદર્શન આપતા એ.એમ.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપરવિઝન હેઠળ સી.એમ. ગામીત, પો.સ.ઇ.એલ.સી.બી તથા એલ.સી.બી.સ્ટાફ સાથે રાજપીપળા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે પાંચ જુગારીઆઓને ઝડપી પાડયા હતા.

નર્મદા LCB પોલીસને બાતમી મળેલ કે રાજપીપળા કબ્રસ્તાન પાસે કેટલાક વ્યક્તિઓ જુગાર રમી રહેલ છે જે બાતમીના આધારે પો.સ.ઇ.સી.એમ.ગામીત તથા એલ.સી. બી.સ્ટાફના પોલીસ માણસો બાતમી વાળી જગ્યા ઉપર જુગાર અંગેની રેઇડ કરતા કેટલાક વ્યક્તિઓ ટોળુ વળીને હારજીતનો જુગાર રમી રહેલ હોય તેમને ઝડપી પાડ્યા હતા જેમાં (૧) નિઝામ ફકરૂદ્દીન શેખ (૨) ઇમરાન સીકંદર મલેક (3) અબ્દુલ કાદીર ગુલામ અબ્દુલ (૪) મહંમદ જહાંગીર ફરીદભાઇ બલુચી ચારેવ રહે. બાવાગોર ટેકરી રાજપીપળા, (૫) મોઇન ઇમામ ભાઇ ગરાસીયા રહે.આરબ ટેકરા, રાજપીપળાને ગેર કાયદેસર કૃત્ય કરી જુગાર રમતા હોય તેમની અંગ ઝડતીના તથા દાવ ઉપરના રોકડ રૂ.૧૩,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ. ૬,૦૦૦/- મળી કુલ રૂ.૧૯,૦૭૦/- ના મુદામાલ સાથે પકડાઇ જઇ તેમની વિરૂધ્ધમાં જુગારધારાનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here