ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે હઝરત હાજી પીર કાયમુદ્દિન બાવા સાહેબ નો ૧૫ મો ઉર્સ ઉજવાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ગામે હાજી પીર કાયમુદ્દીન બાવા સાહેબનો ઉર્સ જોર શોર થી મનાવવામાં આવ્યો હતો જેમાં તા.૧/૦૬/૨૦૨૪ શનિવાર ના રોજ સાંજે ૪ કલાકે સંદલ શરીફનો ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો અને દરગાહ ખાતે સંદલ ચઢાવવામાં આવ્યુ અને તા.૨/૦૬/૨૦૨૪ રવિવારના રોજ બાવા સાહેબ ના હાથે ગીલાફ અને ચાદર ચઢાવવામાં આવી હતી અને ગામે ગામ થી લોકો ચાદરો લઈ આવ્યા હતા અને હાજી પીર કાયમુદ્દીન બાવા સાહેબની દરગાહ પર લોકોની આસ્થા રહેલી છે અને આ પ્રસંગે લોકો ખુબ મોટી સંખ્યા મા પોતાની હાજરી માટે આવતા હોય છે બીજી મહત્વ ની બાબત એ છે કે ત્યાં બે દિવસ સતત બે ટાઇમ ન્યાઝ નું આયોજન કરવામાં આવેછે અને હજારો ની સંખ્યામાં લોકો ન્યાઝ નો લહાવો લેય છે બીજુ કે ત્યાં રફીક બાવા સાહેબ અને તેમના પુત્ર અરહમુદ્દીન બાવા સાહેબ ની હાજરી હોય છે અને તેમની મુલાકાત માટે પણ લોકોની ભીડ જોવા મળે છે અને આ દરગાહ એક એકતાનું પ્રતિક ગણવામાં આવે છે કે બાવા સાહેબના મુરીદો હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો છે અને ખુબ મોટી સંખ્યા મા લોકો આવે છે અને ત્યાં લોકોની મનોકામના પુરી કરે છે અને રફિકુદ્દીન બાવા સાહેબ અને અરહમુદ્દિન બાવા સાહેબ મુરીદો ને દુઆઓ થી નવાજે છે અને રાત્રીના દસ વાગ્યા ની આસપાસ મહેફિલે સમાઅ નો પ્રોગ્રામ થાય છે જેમાં આ વર્ષે કવાલ શબ્બીર સદાકત સાબરી એ ખુબ સરસ કલામ રજુ કરી લોકોના દિલ જીતી લીધા હતા અને સવાર સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો અને ફજર ની અઝાન ની આસપાસ કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી અને લોકો પોત પોતાના ગામે પરત ફર્યા હતા આમ ઉર્સ ની ઉજવણી કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here