બાબરા પંથકમાં છેલ્લા ૫-૭ દિવસથી અલગ અલગ વિસ્તારમાં સિંહ દેખાતા, લોકોમાં ભય

બે દિવસ પહેલા બળેલ પીપળીયા અને ખીજડીયા કોટડામાં મારણ કર્યા બાદ આજે નડાળા અને લોન કોટડા ગામે પણ સિંહે દર્શન દિધા

હિરેન ચૌહાણ,
બાબરા. તા.૨૦ નવેમ્બર

બાબરા તાલુકાના અલગ અલગ ગામોમાં છેલ્લા ઘણા દિવસો થી સિંહ આટાફેરા મારી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલા જ બાબરા તાલુકાના થિજડીયા કોટડા ગામે સિંહે એક વાછડીનું મારણ કર્યું હતું ત્યાર બાદ તાલકાના બળેલ પીપળીયા ગામે પણ રાત્રી ના એક ગાય ઉપર સિંહે હુંમલો કરતા ગાયનું મોત થયું હાવાની સર્ચા થઈ રહી છે. ત્યારે આજે બાબરા તાલુકાના નડાળા ગામે રાત્રીના ૨ થી ૪ દરમ્યાન સિંહેએ એક બકરી અને એક વાછડાનો સિંકાર કર્યો હતો. બાબરા ના લોનકોટડા ગામે પણ ગઈરાત્રી ના સમયે સિંહે દર્શન દિધા હતા જે લોનકોટડા ની ધાર ઉપર પસાર થતા વાહન ચાલકો દ્રારા પોતાના ફોનમાં કેદ કરી લીધા હતા માટે વહેલી તકે વન વિભાગ પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે. બાબરા પંથકમાં સિંહે દેખા દેતા તાલુકાના લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાલ શિયાળુ પાકની સીજન ચાલુ છે તેવા સમયે સિંહે દેખા દેતા ખેડુતોમાં ડરનું મોજુ ફળી વળ્યું છે. ખેડુતો રાત્રીના સમયે પાણી વાળવા જતા પણ ડરી રહ્યા છે. તે માટે ખેડુતોની માંગ છે કે, વન વિભાગ તાત્કાલિક આ સિંહને પાંજરે પુરી લોકોને રાહત આપો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here