પાનવડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેંન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ આર.એસ ડામોર ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા જરૂરી સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૧૦૨૧૦૨૬૦/૨૦૨૧ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ,ઇ), ૯૮(૨), ૮૧, ૮૩ તથા (૨) પાનવડ પોલીસ સ્ટેશન સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૧૦૨૨૦૩૯૧/૨૦૨૨ પ્રોહીબીશન એક્ટ કલમ ૬૫(એ,ઇ) મુજબના ગુનાનાં કામે પકડવાના બાકી આરોપીને ડુંગરગામ તેના પોતાના ઘર માંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પાનવડ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ :- સંજયભાઇ હરસિંગભાઇ રાઠવા રહે.ડુંગરગામ ચણોઠીયા ફળીયુ..
તા.કવાંટ જી.છોટાઉદેપુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here