નાયબ સેક્શન અધિકારી. નાયબ મામલતદારની પ્રિલીમીનરી પરીક્ષા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરીતિઓ અટકાવવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

તા.૧૫ ઓક્ટોબરના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ની પ્રિલીમીનરી પરીક્ષા વિવિધ શાળાઓમાં યોજાવાની છે. આપણા છોટાઉદેપુર જિલ્લામાં ૧૮ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ રીતે પારદર્શિતા સાથે પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૦૨ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને અજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.
જિલ્લામાં આ પરીક્ષા એસ એક હાઈસ્કુલ ડોન બોસ્કો સ્કુલ, ઈકબાલ હાઈસ્કુલ, મણીબહેન પટેલ કન્યા વિદ્યાલય મહિલા અધ્યાપન મંદિર સનરાઈઝ સ્કુલ, યુનાઇટેડ પબ્લિક સ્કૂલ, નારાયણ ઈંગ્લીશમીડીયમ સ્કુલ, છોટાઉદેપુર તેમજ એમ એન પંચોલી સાર્વજનિક હાઈરલ, તેજગઢ આદિવાસી માધ્યમિક શાળા ભેંસાવહી, શોરોલાવાલા હાલનવજીવન હાઈસ્કુલ, ખત્રી વિદ્યાલ્યું, બોડેલી, વી આર શાહ સાર્વજનિક હાઈસ્કૂલ, પાવી જેતપુર આમ કૂલ ૧૮ કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનારી છે. પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં આવેલ તમામ તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તાર ઝેરોક્ષ સેન્ટરો, ઝેરોક્ષ દુકાનોના સંચાલકોને તેઓના ઝેરોક્ષ મશીનો બંધ રાખવા તથા પરીક્ષા કેન્દ્રોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here