નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-
“મોહમ્મદિયા બચ્ચો કા ઘર ટ્રસ્ટ દ્વારા ઇંગ્લીશ મીડીયમ સ્કુલની શરૂઆત કરવામાં આવી”
નસવાડી માં બાળકોના શિક્ષણ ને ધ્યાનમાં લઈને મદની સ્કૂલમાં ઈંગ્લીશ મીડીયમ નું સુભારંભ કરવામાં આવ્યું જેમાં જુનિયર કેજી, સિનિયર કેજી થી વર્ગ પાચ સુધીના ઈંગ્લીશ મીડીયમ ના વર્ગ શરુ કરવામાં આવ્યા
એજ્યુકેશન ને ધ્યાનમાં લઈને બાળકોને ઈંગ્લીશ નું જ્ઞાન મળી શકે તે હેતુથી મદની ઈંગ્લીશ મીડીયમ સ્કુલ નસવાડી ખાતે શરૂ કરવામાં આવી છે પહેલા કેટલાક બાળકો અભ્યાસ માટે બહાર ગામ અપડાઉન કરતા હોય જયારે ગામમાં ઈંગ્લીશ નું જ્ઞાન મળી શકે તે હેતુને ધ્યાનમાં લઈને નસવાડી ટ્રસ્ટ સંચાલિત એવા મોહમ્મદિયા બચ્ચો કા ઘર દ્વારા સર્વ સમાજના બાળકોને એડમિશન આપીને બાળકોને શિક્ષણ મળી તે હેતુ થી ઈંગ્લીશ મીડીયમ નું શુભારંભ કરવામાં આવ્યું હતુ
જેમાં ઉપસ્થિત મહેમાન માજી ધારાસભ્ય ધીરુભાઈ ભીલ, તાલુકા પ્રમુખ ભાવના બેન ભીલ, apmc ના ડિરેક્ટર મહેન્દ્ર દેસાઈ, અનિલભાઈ દેસાઈ ભાજપ કાર્યકર, તેમજ વાલીઓ વિધાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.