નસવાડીના શહેનશાહ હઝરત ચાંદશાવલી સરકારનો ઉર્શ માનાવાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

નસવાડી ખાતે હઝરત ચાંદશાવલી સરકારનો ઉર્સ મનાવાયો જેમાં નસવાડીના મુસ્લિમ સમાજના પ્રમુખ હાજી સઈદમિયા કાલુમીયા શેખ ને ત્યાંથી સંદલ નો જુલૂસ તા.૧૮/૫/૨૦૨૪ ના રોજ નીકળી હઝરત ચાંદશાવલી સરકારના આસ્તાના પર આવ્યુ હતુ અને સંદલ ચડાવવાની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ આમનિયાઝ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આવેલ ચાહકોએ ભરપુર ન્યાઝનો આનંદ લીધો હતો અને તા.૧૯/૫/૨૦૨૪ ના રોજ મહેફિલે શમાં નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો જેમાં અંભેઠાના જીયાઉદ્દીન બાવા સાહેબ પધાર્યા હતા અને ગુજરાતના મશહુર કવાલ રાહત ચિશ્તીએ સરસ મજાના કલામ પેશ કર્યા હતા અને આ કાર્યક્રમમાં નસવાડી તાલુકાના આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા અને ઉર્સ કમિટી દ્વારા આ પ્રોગ્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં નસવાડીના વડીલો યુવાનો વૃદ્ધો એ રસ લઈ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here