નર્મદા જીલ્લા પેરોલ ફર્લો સ્કોડે મોટરસાઈકલ ચોરીના ગુનામાં ફરાર થયેલા આરોપીને ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા)-આશિક પઠાણ :-

2016 મા ચોરી કરી નાસતો ફરતો આરોપી ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામ ખાતે થી ઝડપાયો

નર્મદા જીલ્લા મા ગુનાહિત પ્રવૃત્તિ ઓ કરી આરોપીઓ નાસતા ફરતા હોય ને આવા આરોપીઓ ને ઝડપી પાડવાની પોલીસ મહાનિરદેશક હરિકૃષ્ણ પટેલ તથા નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ દ્વારા સુચના આપવામાં આવી હોય ને નર્મદા જીલ્લા પોલીસ આવા આરોપીઓ ને ઝડપી પાડવાની દિશા મા સક્રિય બની છે, નર્મદા જીલ્લા પેરોલ ફર્લો સ્કોડ ને બાતમી મળતાં મોટરસાઈકલ ચોરી ના ગુનામાં ફરાર થયેલા આરોપી ને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર આરોપી જયેશ પહલાદ વસાવા રહે.નિકોલી તા. નાંદોદ જી. નર્મદા નાઓ ની સામે રાજપીપળા પોલીસ મથકમાં મોટરસાઈકલ ચોરી નો ગુનો 2016 મા નોંધાયો હતો. ત્યારથી આ આરોપી નાસ્તો ફરતો હતો પોલીસ તેને શોધતી હતી ત્યારે નર્મદા જીલ્લા પેરોલ ફર્લો સ્કોડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ. એમ. રાઠવા ને બાતમી મળેલ હતી કે આ આરોપી ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામ ખાતે રહે છે જેેથી તેઓ તેમના સ્ટાફ સાથે બાતમી ના સથળે પહોંચી ગયા હતા અને મોટરસાઈકલ ચોરી ના ગુનામાં ફરાર થયેલા આરોપી ને ઝડપી પાડયો હતો.

આરોપી ને રાજપીપળા ખાતે લાવી રાજપીપળા પોલીસ ના હવાલે કરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here