નર્મદા જીલ્લામા મનરેગા યોજના અંતર્ગત 100 દિવસની રોજગારી આપવાના ઉડતા ધજાગરા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નાંદોદ તાલુકા ના બિતાડા ગામે જોબ કાર્ડ વાળા નોંધાયેલા શ્રમિકો ને માત્ર 20 થી 25 દિવસોની નીજ રોજગારી અપાતી હોવાનુ કારસ્તાન બહાર આવ્યું !!!!

મનરેગા યોજના અંતર્ગત થતી કામગીરીઓ સામે ઉભા થયા પ્રશ્નો

100 દિવસ ની માનવ રોજગારી આપવાના કાયદા છતાં પુરેપુરી રોજગારી ના દિવસો કેમ ભરાતા નથી ????

કેન્દ્ર સરકાર હસ્તક ચાલતી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર ગેરંટી યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના શ્રમિકોને 100 દિવસની રોજગારી ની ગેરંટી આપતો કાયદો અમલી હોવા છતાં નર્મદા જિલ્લાના નાદોદ તાલુકામાં આ કાયદાને ધોળી ને પી જવાતા હોવાના આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે. મનરેગા યોજના ના જોબ કાર્ડ ધરાવતા શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાનો કાયદો છતાં 20 થી 25 દિવસની પણ રોજગારી જોબકાર્ડ ઉપર આપવામાં આવતી નથી નો કિસ્સો નર્મદા જીલ્લા ના નાંદોદ તાલુકાના બિતાડા ગામ ખાતે પ્રકાશમાં આવ્યો છે..

નાંદોદ તાલુકાના બિતાડા ગામે મનરેગા યોજના અંતર્ગત 266 શ્રમિક રોજગારો રોજગારી મેળવવા માટે નોંધાયેલા છે. ત્યારે આ શ્રમિકોને 100 દિવસની પૂરેપૂરી હાજરી ભરાતી નથી !!! તેઓને રોજગારી મળતી નથી!!! જેથી લોકોને મજૂરી કામ અર્થે મળસ્કે ત્રણ ચાર વાગ્યાના ઊઠીને રાજપીપળા ખાતે મજૂરી કામ અર્થે આવવું પડતું હોય છે આ લોકો વાહનો ઉપર લટકી ને કડકડતી ઠંડીમાં પોતાના ગામોમાંથી નીકળી રાજપીપળા આવી મજૂરી કામ કરી રહ્યા છે. સરકારનો પોતાના ગામોમાં જ 100 દિવસની રોજગારી ની ગેરંટી આપતો કાયદો હોવા છતાં પણ રાજપીપળા ખાતેની નાદોદ તાલુકા પંચાયત હસ્તકની રાષ્ટ્રીય ગેરંટી યોજના અંતર્ગત ચાલતી કચેરીના અધિકારીઓ પોતાની મનમાની કરી આ શ્રમિકોને રોજગારીથી વંચિત રાખવાના ષડયંત્ર રચી રહ્યા છે કે શું ??? એ તપાસ નો વિષય બન્યો છે.

નાદોદ તાલુકાનું બીતાડા ગામ કે જે જંગલ વિસ્તારમાં આવેલ છે, આદિવાસીઓની વસ્તી ધરાવતો સો ટકા નું ગામ છે , જ્યાં 266 શ્રમિકો ના જોબકાર્ડ નોંધાયેલા છે, લોકો મજૂરી કામ મેળવવા માટે અધિકારીઓના નાદોદ તાલુકા પંચાયતની કચેરી ખાતે એપીઓના સંપર્ક સાંધે છે પરંતુ તેઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યા જવાબ મળતા હોય છે. આ બાબતે બિતાડા ગ્રામ પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ શંકરભાઈ વસાવા એ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા ગામના જેટલા શ્રમિકો નોંધાયેલા છે એટલા શ્રમિકો ને રોજગારી મળતી નથી!! હાલ 2023- 24 નું નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આડે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે અમારા ગામના જે શ્રમિકો નોંધાયેલા છે તેમને કોઈને 15 દિવસ કોઈને 20 થી 25 દિવસની જ રોજગારી મળી છે!!! જેથી અમારા ગામ માં રોજગારીનો ખૂબ જ મોટો પ્રશ્ન ઉભો થયો હોવાનો પંચાયતના સદસ્ય એ વાતચીત માં જણાવ્યું હતું. અને વિશેષમાં ઉમેર્યું હતું કે અમારા ગામના શ્રમિક રોજગારી મેળવવા માટે છકડાઓમાં, જીપ ગાડી માં લટકીને રાજપીપળા જાય છે અને પોતાના જીવોને પણ જોખમમાં મૂકે છે. અમારો સમગ્ર વિસ્તાર વરસાદી ખેતી ઉપર નભે છે ચોમાસા આધારિત ખેતી પર અમે જીવી રહ્યા છે ત્યારે અમારા વિસ્તારમા પિયત ની પણ કોઈ સગવડ નથી ત્યારે કેન્દ્ર સરકારનો 100 દિવસની રોજગારી આપતો કાયદો અમારા ગામના શ્રમિકો માટે વરદાન રૂપ હતું પરંતુ નાંદોદ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રોજગારી પ્રદાન કરાવતા ન હોવાનો તેઓએ આરોપ લગાવ્યો હતો.

શ્રમીકો ને કેમ 100 દિવસ ની રોજગારી અપાતી નથી?? અધિકારીઓ કર્મચારીઓ કેમ ઉદ્ધતાઈ ભર્યા જવાબ આપે છે. શું આ મામલે નર્મદા જીલ્લા વહીવટી તંત્ર કોઇ નક્કર પગલાં ભરસે ખરુ???

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here