નર્મદા જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા તંત્રની તડામાર તૈયારીઓ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

યોગ દિવસની ઉજવણી પૂર્વે જનભાગીદારી સુનિશ્ચિત કરીને યોગ શિબિરોનું આયોજન કરાશે

આગામી તા. ૨૧ મી જૂન, ૨૦૨૪ ના રોજ નર્મદા જિલ્લાના આઈકોનિક પ્લેસ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર અને ઇનરેકા સંસ્થાન દેડિયાપાડા ખાતે થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ બેઠક યોજીને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી.

જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ યોગ દિવસ નિમિત્તે તમામ વ્યવસ્થાઓ, તૈયારીઓને આયોજનબદ્ધ કરવા તેમજ યોગ દિવસની ઉજવણી પૂર્વ રાજપીપલા નગર સહિત જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારના નાગરિકો, શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, જિલ્લા પંચાયતના તમામ વિભાગો, સ્વૈચ્છિક-સામાજિક સંસ્થાઓના આગેવાનોની ઉમળકા ભેર ભાગીદારી સુનિશ્ચિત કરીને યોગ શિબિરોનું આયોજન કરવા માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો આપીને માર્ગદર્શિત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ યોગ દિવસની ઉવજણી પહેલા જિલ્લામાં યોગ પ્રશિક્ષકો દ્વારા ઠેર-ઠેર યોગની તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે. ભારત દેશની પરંપરાગત યોગ વિદ્યાને આજે સમગ્ર વિશ્વએ૨૧ અપનાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને વૈશ્વિક માન્યતા અપાવી છે. યોગ માત્ર કસરત નથી. આજની વ્યસ્ત જીવનશૈલીમાં શારીરિક-માનસિક તંદુરસ્તી માટે યોગ ખુબ જરૂરી છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પ્રાયોજના વહિવટદાર હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે. ઉંધાડ, નાયબ કલેકટર (પ્રોટોકોલ) એન.એફ. વસાવા, નાયબ કલેક્ટર એસ.ઓ.યુ. પંકજ વલવાઈ, પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી નિશાંત દવે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ડો. કિરણબેન પટેલ, ડી.વાય.એસ.પી. પી.આર.પટેલ, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here