નર્મદા જિલ્લામાં મોબાઇલ નેટવર્ક નથી એવા ૨૪ ગામોમાં વોકીટોકી અને વાયરલેસ સિસ્ટમનો લોકસભાની ચુંટણીમાં ઉપયોગ કરાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

લોકસભા ચુંટણી શેડો એરિયાના નોડલ અધિકારી અને નાયબ વન સંરક્ષક મિતેષ પટેલ દ્વારા વન કર્મીઓને અપાયેલું ચૂંટણીલક્ષી માર્ગદર્શન

નર્મદા જિલ્લામાં લોકસભા ચુંટણી- ૨૦૨૪ સંદર્ભે જે ગામોમાં સંદેશા વ્યવહાર માટે મોબાઈલ નેટવર્ક ઉપલબ્ધ નથી થઈ શકતું તેવા શેડો એરિયાના ૨૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામોમાં ચુંટણી પ્રક્રિયા દરમિયાન સંદેશાની આપ લે માટે વન વિભાગ દ્વારા વપરાતા વોકીટોકી અને વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. મતદાન પૂર્વે જરૂરી તૈયારીઓના ભાગરૂપે વાયરલેસ સિસ્ટમનો ઉપયોગ કરતા વન કર્મીઓની બેઠક આજે બુધવારે રાજપીપળા ખાતે યોજાઇ હતી. જેમાં લોકસભા ચુંટણી શેડો એરિયાના નોડલ અધિકારીશ્રી અને નાયબ વન સંરક્ષકશ્રી મિતેષ પટેલ ઉપરાંત આરએફઓ સામાજિક વનીકરણશ્રી જે. એ. ખોખર, આરએફઓ નર્મદા વન વિભાગ શ્રી સ્નેહલ ચૌધરી, આરએફઓ કેવડિયાશ્રી મદનસિંહ રાઓલજી તથા નર્મદા વન વિભાગ અને કેવડિયા વન વિભાગનો સંબંધિત કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here