નર્મદા જિલ્લામાં બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને “Grow More Fruit Crope” ના પાઠ ભણાવાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગરૂડેશ્વરના વણજીમાં અને દેડિયાપાડાના કે.વિ.કે ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો

નાયબ બાગાયત નિયામક ની કચેરી નર્મદા દ્વારા ગરૂડેશ્વર તાલુકાના વણજી ગામે તથા દેડિયાપાડા તાલુકામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા ખાતે ખેડૂત તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમમાં “Grow More Fruit Crop” કેંમ્પેન અંતર્ગત ફળપાકોની ખેતી વધારવા જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડાવામા આવ્યું હતું. સાથે બાગાયત પાકોની વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી અને બાગાયતી પાકો કરતાં ખેડૂતોને યોજનાકીય લાભો વિશે પણ માહિતગાર કરાયા હતાં.

કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેડીયાપાડા તાલીમમાં પી.જે. બારીયા, બાગાયત અધિકારી સહિત કે.વી.કે. ના વૈજ્ઞાનિકો જયારે વણજી ખાતે બાગાયત અધિકારી એ.એન. ગાંવિત અને બાગાયત નિરીક્ષક જે.કે. વસાવા સહિત ખેડૂતમિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here