નર્મદા જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જૂન દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજયની સાથે નર્મદા જિલ્લામાં પણ તા. ૨૩ થી ૨૫ જૂન-૨૦૨૪ દરમિયાન પોલિયો ઝુંબેશ યોજાનાર છે.

આ ત્રિ-દિવસીય ઝુંબેશ દરમિયાન નર્મદા જિલ્લાનાં અંદાજિત કુલ ૫૫૯૦૦ જેટલા બાળકોને જિલ્લાનાં આરોગ્ય કર્મીઓ દ્વારા પોલીયોનાં બે ટીપા પિવડાવવામાં આવશે.

પોલિયો ઝુંબેશના પ્રથમ દિવશે ૨૨૪ બુથ પર પોલિયોનાં ટીંપા પિવડાવવામાં આવશે. તેમજ બીજા અને ત્રીજા દિવશે બાકી રહેલા બાળકોને આરોગ્ય કર્મી મલ્ટી પર્પઝ હેલ્થ વર્કસ, ફીમેલ હેલ્થ વર્કસ, કોમ્યુનીટી હેલ્થ ઓફિસર, આશા બહેન, આશા ફેસીલીટેટર અને આંગણવાડીની બહેનોની ૪૪૮ ટીમ દ્વારા ઘરે-ઘરે જઈને પોલિયોનાં બે ટીંપા પીવડાવવામાં આવશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી તરફ થી જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here