નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદરોજ ગામે નર્મદા નદીના કિનારેથી લાશ મળી આવી !!

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સાવલી તાલુકાના મંજુસર ગામનો હિસાબ ક્રેટા કાર લઈને 3જી જુને પોતાના ઘરેથી નીકળ્યો 12મી એ લાશ મળી આવી

હત્યા કરી લાશ નર્મદા નદીમાં ફેંકી દેવાય કે આત્મહત્યા કરી ઘુંટાતું રહસ્ય

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના કાંદરોજ ગામ ખાતેથી પસાર થતી નર્મદા નદીના કિનારે ગતરોજ એક ઈસમની લાશ મળી આવી હતી જે બાબતે તપાસ કરતા પોલીસને આ લાશ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ગામના વિનોદભાઈ શંકરભાઈ પંચાલ ઉ .વર્ષ 52 નાઓની હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાબતે નર્મદા જીલ્લા ના આમલેથા પોલીસ મથક દ્વારા મૃતક ના પરિવારજનો નો સંપર્ક કરતા મૃતક પોતાના ઘરેથી ત્રીજી જૂનના રોજ સવારે આઠેક વાગ્યાના અરસામાં પોતાની ક્રેટા કાર લઈને નીકળ્યો હતો અને તેણે ઘરમાં કોઈને પણ કહ્યું નતું કે તે ક્યાં જઈ રહ્યો છે !!! મૃતક છેલ્લા નવ દિવસથી પોતાના ઘરે પરત ન ફરતાં ઘરવાળા ઓ એ તેની શોધખોળ આરંભી હતી પરંતુ તેનો કોઈ અતો પતો કે ઠેકાણું ન મળતા અને ગતરોજ તેની લાશ નર્મદા નદીમાંથી મળી આવતા ઘર વાળા ઓ ઉપર જાણે કે આભ તુટી પડ્યું હતું,

આ સમગ્ર મામલામાં ભારે રહસ્ય ઊભું થઈ રહ્યું છે. તા 3જી એ પોતાના ઘરે થી ઈસમ નીકળ્યો અને તેની લાશ 9 દિવસ પછી મળી આવી તો એટલી સમય એ ક્યાં હતો?? શું એણે 3જી નાં રોજ જ આત્મહત્યા કરી??? કે પછી કોઈએ તેની હત્યા કરી? ના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.

મૃતક ના પુત્ર એ નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પરંતુ આ મામલામાં ત્રીજી તારીખના રોજ પોતાના ઘરેથી નીકળેલ ઈસમ ની લાશ 12 મી તારીખના રોજ નર્મદા નદીમાં થી મળી આવે છે તો આ ઈસમ છેલ્લા નવ દિવસ સુધી ક્યાં હતો ?? તે કોને કોને મળ્યો હતો ?? તેની ક્રેટા કાર ક્યાં હતી આ તમામ મામલાની તપાસ નર્મદા જિલ્લા પોલીસ હાથ ધરી રહી છે. આ મામલા માં લોકો માં શંકા કુશંકા ફેલાઈ છે કે આ ઈસમ ની હત્યા કરાય કે તેણે આત્મહત્યા કરી??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here