નર્મદા જિલ્લાના ઉંચાદ ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા ચકચાર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પત્નિ ના અન્ય પુરુષો સાથે આડા સંબંધો હોવાના વહેમ એ પતિને બનાવ્યો નરાધમ

ગામથી દૂર કોતરોમાં એકાંત જગ્યાએ લઈ જઈ પત્નીના માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરનારા પતિદેવ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઊંચાદ ગામ ખાતે નરાધમ પતિએ પોતાની પત્ની ઉપર ચારિત્ર અંગેની શંકા રાખી તેને ગામથી દૂર કોતરો તરફ લઈ જઇ માથામાં કુહાડીના ઘા ઝીંકી પત્નિ ની કરપીણ હત્યા કરી હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાઈ છે.

સમગ્ર બનાવવાની વાત કરીએ તો તિલકવાડા તાલુકાના ઉંચાદ ગામ ખાતે રહેતા આરોપી મહેશ છગનભાઈ ભીલ નાઓ નો તેની પત્ની સુશીલાબેન ઉ વર્ષ. 40 ઉપર ચારિત્ર અંગેની શંકા કુશંકા રાખતો હતો અને તેણીના અન્ય પુરુષો સાથે સંબંધો હોવાના વહેમ એ પત્ની સાથે અવારનવાર ઝઘડા કરી કહેતો કે તારા અન્ય ભાયડાઓ સાથે સંબંધો છે તુ બીજા ભાયડા કરે છે, પોતાની પત્ની પર આવા આરોપ લગાવી અવારનવાર ઝઘડા કરતો હતો, આરોપી હત્યારા પતિદેવે પત્નિ ની કાસળ કાઢી નાખવાનું મન બનાવી ગતરોજ પોતાની પત્નીને ઊંચાદ ગામની સીમમાં રૂવેલ નદી ની સામે આવેલા ખેતર પાસે ના કોતર માં લઈ ગયો હતો અને ત્યાં એકાંતમાં પત્નીને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી પોતાની પત્નિ ને મોત ને ઘાટ પહોંચાડી હતી.

આ સમગ્ર બનાવવાની ફરિયાદ મૃતક મહિલાની માતા અમરતીબેન ધીરીયાભાઈ ભિલે ને તિલકવાડા પોલીસ મથકમાં કરતા તિલકવાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લતા એ પત્નિ ના હત્યારા પતિદેવ સામે પત્નીની હત્યાનો ગુનો નોધી આરોપી પતિદેવને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here