નર્મદા જિલ્લાના‌ કનબુડી મોરજડી વચ્ચે બનેલા તકલાદી માર્ગની ફરિયાદો ઉઠતા માર્ગ મંત્રીએ રસ્તાના તકલાદી કામનું નિરીક્ષણ કર્યું

રાજપીપળા,*નર્મદા) આશિક પઠાણ :-

આદિવાસી વિસ્તારોમાં વિકાસ ના કામો મા ભારે ગેરરીતિઓ ભર‌ષટાચાર થતાં હોય લોકો માં ભારે નારાજગી

નર્મદા જિલ્લા ના‌ કનબુડી થી મોરજડી વચ્ચે બનેલા નવા માર્ગ ના કામમા ભારે ગેરરીતિઓ ભર‌ષટાચાર થયો હોવાની ફરિયાદ ઉઠતા નર્મદા જીલ્લા ની મુલાકાતે આવેલા રાજ્ય સરકાર ના માર્ગ મકાન વિભાગ ના મંત્રી પૂર્ણેશ મોદી સહિત સાંસદ ‌મનસુખ વસાવા એ સ્થળ તપાસ હાથ ધરી હતી.

નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણૅશભાઈ મોદી ની અધ્યક્ષતામાં યોજાયેલ જિલ્લા સંકલન મિટિંગમાં ડેડીયાપાડા તાલુકાના રોડ-રસ્તા તથા નદી પરના બ્રિજમાં ભારે ગેરરીતિ થઈ છે, તે બાબતની જિલ્લા પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત થઈ હતી.

તે અંતર્ગત આજ રોજ ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ તથા જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણૅશભાઈ મોદી એ તાત્કાલિક ધોરણે રૂબરૂ આ વિભાગના અધિકારીઓ સાથે કનબુડી થી મોરજોડી જતા રસ્તાની સ્થળ વિઝીટ લીધી અને આ રસ્તામાં વપરાયેલ માલ મટીરીયલના સેમ્પલ લીધા અને આ સેમ્પલને સરકાર ની લેબોરેટરીમાં મોકલવામાં આવશે. રસ્તા ના તકલાદી કામ ની આ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી ઓએ ફરિયાદ સાંસદ મનસુખ વસાવા ને કરી હતી હવે જ્યારે આ રસ્તા માં વપરાયેલા મટિરિયલ ના સેમ્પલ લેવાયા છે ત્યારે જોવું રહ્યું કે ભ્રષ્ટાચાર કેટલી હદે પહોંચ્યું છે. જોકે આ બાબતે મંત્રી એ જણાવ્યું હતુ કે જો કામકાજ માં ગેરરીતી ભર આવસે તો જવાબદારો સામે પગલાં ભરવામા આવસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here