દક્ષિણ ગુજરાતમા આઉટ સોર્શિંગ દ્વારા સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓ એ માંગણીઓ નું રણશિંગુ ફૂંક્યું

રાજપીપળા, (નર્મદા)/આશિક પઠાણ :-

સમાન કામ સમાન વેતન ની માંગણી આઉટ સોર્સ નાં કર્મચારીઓ મા પ્રબળ બની

ગુજરાતમાં કરાર આધારિત આઉટસોર્સ દ્વારા અને રોજમદાર અંશકાલીન કર્મચારી ઓ સરકારના તમામ વિભાગો અને શાખામાં ફરજ બજાવે છે ,આ ફરજ બજાવતા કર્મચારીઓ ને ખુબજ ઓછુ વેતન ચૂકવવામાં આવે છે, તેઓના ઘણા કિસ્સા માતો પ્રોવિડન્ટ ફંડના નાણાં પણ આપવામા આવતા નથી!!! ત્યારે આવા કર્મચારીઓ હવે સરકાર અને આઉટસોર્સ નાં કોન્ટ્રાકટર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આ પ્રકારના કર્મચારીઓ ટૂંકા વેતનના લઘુત્તમ વેતન નો ભંગ ની સાથે ખાનગી કોન્ટ્રાકટર અને કંપનીઓ દ્વારા થતા જો હુકમી અને પ્રજા ના ટેકસ ના પૈસે તાગડ ધીનના કરતા આઉટસોર્સિંગ કંપની ઓ ના ઠેકેદારી પ્રથા ના કારણે કર્મચારીઓ ને ખૂબ ઓછું વેતન ચૂકવાય છે, ત્યારે આ બાબત દેખીતી રીતે એમના હક્કો ઉપર ખુલ્લી તરાપ છે. ખૂબ જ શોષિત અને પીડિત આ કર્મચારીઓ દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી સમક્ષ તેમજ રાજ્યપાલ સમક્ષ ગુજરાત કર્મચારી મહા સંઘ દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી છે.

આ રજૂઆતોના ભાગ સ્વરૂપે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના કર્મચારીઓનાં હક્ક અને અધિકાર અંગે ચિંતન સભા યોજાઈ હતી, જેમાં સંઘના લગભગ એકસો વીસ જેટલા સરકારી વ્યવસ્થાના કર્મચારીઓ પારડી ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અને નિષ્ણાત કાયદાશાસ્ત્રી દ્વારા તેઓને માર્ગદર્શન આપવા માં આવ્યું હતું, કર્મચારી મહાસંઘ ના પ્રમુખ અમિતભાઈ કવિ ઉપસ્થિત રહ્યા અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુરેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા, દક્ષિણ ગુજરાતના કન્વીનર સચિનભાઈ પટેલ જિલ્લા કારોબારી સભ્ય ઇગલ ભાઈ અને તમામ કર્મચારીઓ એ કાયદાકીય જાણકારી સાથે આવનારા સમયમાં સમાન કામ સમાન વેતન મજબતાઈ થી મળે તે માટે સંગઠિત એકતા મજબૂત થાય તે માટે કર્મચારીઓ એક થાય એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોઈપણ કર્મચારીને ખોટી રીતે તેની ફરજ ઉપર થી બરતરફ કરવામાં ના આવે અને ગુજરાતના લાખો કર્મચારીઓને ન્યાય મળે એવા વિચાર સાથે આ બેઠક મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here