ડેરોલ ગામ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોએ શ્રાવણ માસમા નીલકંઠ મહાદેવના દર્શનનો લાભ લીધો

ગોધરા, (પંચમહાલ)  મુસ્તુફા મિર્ઝા :-

પવિત્ર શ્રાવણ માસમાં જલારામ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત ડેરોલ ગામ દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને શ્રાવણ માસમાં આવેલ દર સોમવારે નીલકંઠ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા. તેમજ દરેક બાળકને શિવલિંગ પર બીલીપત્ર, દૂધનો અભિષેક, જળાભિષેક કરાવવામાં આવ્યો. પ્રાથમિક શાળાના બાળકો દ્વારા મંદિર ના પરિસરમાં સુંદર મજાના શિવજી ના ભજન, ધૂન કરી વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું. જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા બાળકોને ચારેય સોમવારે સુંદર મજાનું ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર જલારામ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત ગામનો આભાર વ્યક્ત કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here