છોટાઉદેપુર સ્થિત મોટા મિયા માંગરોળની ગાદીના સજ્જાદાનશીન હજરત હાજીપીર નિઝામુદ્દીન બાવા સાહેબના 67 માં ઉર્સનો શ્રદ્ધાભેર પ્રારંભ થયો

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

છોટાઉદેપુર જેલ રોડ ખાતે આવેલ હજરત હાજીપીર નિઝામુદ્દીન બાબા સાહેબ કે જેઓ ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક હતા કોમી એકતા ના હિમાયતી એક સંપીના ચાહક હતા તેઓના હજારોની સંખ્યામાં અનુયાયીઓ દેશ-વિદેશમાં આવેલા છે પ્રતિ વર્ષ તેઓનો ઉર્સ ખૂબ શ્રદ્ધાભેર મનાવવામાં આવે છે આ વર્ષે પણ 67 માં ઉર્ષની ઉજવણી ખૂબ જ શ્રદ્ધાભેર કરવામાં આવી રહી છે જેમાં છોટાઉદેપુર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી પોતાના શ્રદ્ધા સમાન અર્પણ કરી રહ્યા છે આ ઉર્ષ માં ભાગ લેવા એકલવારા ગાદીના સજ્જાદાનશીન હાજી કદીરૂદ્દીન પીરજાદા ઝઘડિયા ગાદીના સજ્જાદાનસીન હાજી રફીકુદ્દીન પીરજાદા ઉપસ્થિત રહ્યા છે
બે દિવસીય ઉર્સનું સફળ આયોજન બાવા સાહેબના સેવકો ભગત પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here