છોટાઉદેપુર લોકસભા બેઠક ની ચૂંટણીમાં ભાજપા ના જશુ રાઠવા નો 395231 મતે ભવ્ય વિજય

રાજપીપલા, (નર્મદા) આશિક પઠાણ :-

ભાજપા ના જશુ રાઠવા ને 787598 મત મળ્યા કૉંગ્રેસ ના ઉમેદવાર સુખરામ રાઠવા ને 392367 મત પ્રાપ્ત થયા

લોકસભાની ચૂંટણીઓના પરિણામો આજ રોજ જાહેર થતાં છોટાઉદેપુર લોકસભા બેઠકની મતગણતા છોટા ઉદયપુર ખાતેની પોલિટેકનિક કોલેજ ખાતે હાથ ધરાઈ હતી. જેમાં ભાજપાના ઉમેદવાર જશુભાઈ રાઠવાનો 3,95,231 માટે ભવ્ય વિજય થયો છે.

ગુજરાતમાં 7 મી મેના રોજ યોજાયેલ લોકસભાની ચૂંટણીના મતગણતરી આજરોજ હાથ ધરાઈ હતી જેમાં છોટાઉદેપુર લોકસભા બેઠકની મતગણના હાથ ધરાતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા પોતાના નજીકના પ્રતિસ્પર્ધી સુખરામ રાઠવા ઉપર શરૂઆતથી જ લીડ પ્રાપ્ત કરી હતી 27 રાઉન્ડ સુધી ચાલેલી મતગણનામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુભાઈ રાઠવા ને 787,598 મત પ્રાપ્ત થયા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા ને 392,367 મત પ્રાપ્ત થતા ભાજપા ના ઉમેદવાર જશુ રાઠવાનો 395231 માટે ભવ્ય વિજય થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here