છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કી તથા મો.સા. મળી કુલ કિ.રૂ. ૫૬,૭૯૦- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

રાજેન્દ્ર વી. અસારી ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહી બિશનની પવ્રુતી નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના અમલદાર નાઓને પોહીની પ્રવૃતી તેમજ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે અનુસંધાને કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર એમ એન ચૌહાણ નાઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને છોટાઉદેપુર વિસ્તારમાં પેટ્રોલીગ રાખવા સુચના કરેલ જે સુચના આધારે આ હે.કો. પરથીદાન ઉમરદાન બ.ની ૧૦% નાઓને અંગત બાતમીદાર દ્વારા હકિકત મળેલ કે અંધારકાઇ (એમ.પી) તરફથી ગાઠીયા ગામ તરફ ખેતરાડ રસ્તે થઇ એક મોટર સાયકલ ઉપર ભારતીય જે બનાવટનો વિદેશી દારૂ લઇ જનાર છે તેવી બાતમી આધારે ગાઠીયા ગામે નદીના કોતરમાં નાકાબંધી કરતા ર બાતમી હકીકત મુજબનાની વર્ણન વાળી મોટર સાયકલ આવતા દૂરથી પોલીસના માણસોને જોઇ જતા દુરથી પોતાની મોટરસાયકલ છોડી ખેતરાડ રસ્તે ભાગી ગયેલ જેનો પીછો કરતા પકડાયેલ નહી પરંતુ મળી આવેલ બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ જેનો રજીસ્ટેશન નંબર GJ-17-AB-4072 નો છે જે મોટર સાયકલની બાજુમાં એક સફેદ પ્લાસ્ટીકનો થેલો પડેલ હોઇ જે ખોલી જોતા જેમાં ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીની છુટક ઇંગ્લીશ નાની મોટી બોટલ નંગ ૨૦૭ જેની કુલ કિ.રૂ. ૨૬,૭૯૦/- ના મુદ્દામાલ કબજે કરી ગણનાપાત્ર કેસ શોધી. કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
કબજે કરવામાં આવેલ પ્રોહી મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ. – (૧) ગોવા સ્પીરીટ ઓક સ્મુથનેશ વ્હીસ્કી નાની મોટી બોટલ નંગ ૨૦૭ જેની કુલ કિ.રૂ. ૨૬,૭૯૦૪-
14)
(ર) બજાજ કંપનીની પલ્સર મોટર સાયકલ જેનો રજીસ્ટેશન નંબર GJ-17-AB-4072 ની કિ.રૂ.૩૦,૦૦૦/-
કામગીરી કરનાર
(૧) પોલીસ સબ ઇન્સપેકટર એમ.બી.સોલંકી (૩) અ.હે.કો અરવિંદસિંહ મકનસિંહ બ.નં.૧૧૪ (૪) આ પો.કો ઉનડભાઇ રામભાઇ બાન ૧૬૦
(ર) અ.હે.કો. પરથીદાન ઉમરદાન બ.નં. ૧૦૧
(૫) આ પો.કો રોહિતકુમાર માનસંગભાઇ બ.નં-૩૮૦ (૬) આ.પો.કો મેહુલભાઇ ડાયાભાઇ બ.નં-૯૬૫
(૭) એ પો કો શામળભાઇ પ્રભુભાઇ બ નં-૧૮૭

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here