છોટાઉદેપુર જિલ્લામાં ૧૮ જુલાઈથી ૨૫ ઓગસ્ટ દરમિયાન ગ્રામિણ વિસ્તારમાં સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૩ અંતર્ગત ફિલ્ડ વેરીફીકેશન હાથ ધરાશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલય હેઠળના પેય જળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામિણ-૨૦૨૩ એક જન આંદોલન સ્વરૂપે યોજવામાં આવનાર છે. જે અન્વયે છોટાઉદેપુર જિલ્લામાં આગામી ૧૮ જુલાઇથી ૨૫ ઓગસ્ટના સમયગાળા દરમ્યાન ગ્રામ્યકક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૩નો પ્રારંભ થશે. આ સર્વેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં નિયત માપદંડોને આધારે સ્વચ્છતાના સ્તરનું સર્વગ્રાહી મુલ્યાંકન કરાશે.
સ્વચ્છતાના માપદંડોને અનુસાર જે તે ગામડાઓનું કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરેલી એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં નિયત માપદંડોને આધારે સ્વચ્છતાના સ્તરનું સર્વગ્રાહી મુલ્યાંકન કરાશે. આ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ-૨૦૨૩ અન્વયે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના ગામોમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ફેઝ-૨ યોજના હેઠળ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૩ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ વિવિધ કામગીરી કરવામાં આવી રહી
છે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ-૨૦૨૩ ગ્રામજનોમાં તથા લોકોમાં જન જાગૃતિ કેળવાય તેવા હેતુસર વોલ પેન્ટીંગ કરી સ્વચ્છ સર્વેક્ષણનો બહોળા પાયે પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામિણ- ૨૦૨૩ નિમિત્તે કર્મચારીશ્રીઓ તથા તલાટી કમ મંત્રીઓ પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમો થકી સ્વચ્છતાલક્ષી વિવિધ ઘટક વાર માપદંડોથી માહિતગાર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, તે અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર તરફથી મળેલી વિગતમાં જણાવવામાં આવ્યું હતું.

સ્વચ્છતા સવેક્ષમ માં કેવીરીતે મૂલ્યાંકન કરવામાં આવે છે?
:ધન અને પ્રવાહી કચરા વ્યવસ્થાપન હેઠળ ઉપલબ્ધ સુવિધાઓ અને તેના ઉપયોગ તેમજ દેખીતી સ્વચ્છતા અંગે ચકાસણી કરી સરપંચ અને તલાટી મંત્રીને પ્રશ્નોતરી દ્વારા ગામમાં આવેલ જાહેર સ્થળો જેવા કે શાળાઓ, આંગણવાડી, ગ્રામ પંચાયત, હાટ બજાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તથા તમામ ધાર્મિક સ્થળોની મુલાકાત કરી સ્વચ્છતાની કામગીરી અંગે અભિપ્રાયો મેળવી મૂલ્યાંકન કરશે. ઉચ્ચ ગુણાક મેળવેલ ગામો જિલ્લા અને રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here