છોટાઉદેપુર જિલ્લામાં રોજફુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા હોળી ધુળેટીની ઉજવણી કરવામાં આવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર તાલુકાની રોજકુવા ઉચ્ચ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે તહેવારોની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે અને છોટાઉદેપુરના વિસ્તારમાં હોળીનું અનેરુ મહત્વ છે. અહીંની હોળી અને મેળા જોવા અને માણવા જેવા હોય છે. હોળીની શરૂઆત અગાઉથી થઈ જતી હોય છે. બાળકો પરંપરાગત રીતે તહેવારને માણે અને જાણે અને તહેવારનું મહત્વ શું છે? તેની સંપૂર્ણ જાણકારી સાથે શાળા કક્ષાએ હોળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. જેમાં શાળાના બાળકો દ્વારા ચિત્ર હરીફાઈ નિબંધ હરીફાઈ અને રંગોત્સવ કાર્યક્રમ ગોઠવીને બાળકોને આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના બાળકો દ્વારા હોળી તથા ધુળેટીને અનુલક્ષીને પોતાના મનના વિચારો પ્રમાણેચિત્રકામ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું,સાથે સાથે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા નિબંધ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને વકૃત્વ સ્પર્ધા પણ રાખવામાં આવી હતી જેમાં રાઠવા શ્રુતિ બહેન હરસિંગભાઈ, રાઠવા હિરલબેન દીતભાઈ, સપનાબેન રાજુભાઈ અનુક્રમે 1 થી 3 નંબર પ્રાપ્ત કર્યો હતો. એ જ રીતે ચિત્રકામ સ્પર્ધામાં રાઠવા સંજનાબેન કાળુભાઇ,રાઠવા ભાવિશાબેન સુરજભાઈ,રાઠવા અક્ષરાબેન રતિલાલ,અનુક્રમે એક થી ત્રણ નંબર પ્રાપ્ત કર્યો હતો. નિબંધ સ્પર્ધામાં અસ્મિતાબેન સુરેશભાઈ, આરતીબેન મુનેશભાઈ, સેજલબેન કમલેશભાઈ દ્વારા અનુક્રમે એક થી ત્રણ નંબર પ્રાપ્ત કર્યો હતો. શાળાના બાળકો ને પ્રોસાહિત કરવા માટે શિક્ષક જગદીશભાઈ એન મકવાણા શાળા પરિવાર દ્વારા શાળાના બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સ્પર્ધામાં ઉત્તમપ્રદા પ્રદર્શન કરનારને ઇનામ આપીને પ્રોસાહિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ અંતમાં રંગોત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બાળકો ઉમળકા થી ભાગ લીધો હતો
શાળાના શિક્ષકો દ્વારા શાળાના બાળકોને હોળી ધુળેટીની શુભકામના સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here