છોટાઉદેપુર જિલ્લામાં નવરાત્રી પર્વની ઉજવણી અર્થે ચાલતી તડામાર* *તૈયારીઓ… ગરબાના આયોજન અર્થે આયોજકો વ્યસ્ત બન્યા

છોટાઉદેપુર, શેખ મુઝફ્ફર નજર :-

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં તા 15 ને આસો સુદ એકમ ને રવિવારથી માં અંબાનો પવિત્ર તહેવાર નવરાત્રીનો આરંભ થઈ રહ્યો છે. જેના ભાગ રૂપે માં શક્તિના દરબારમાં જિલ્લાના દરેક તાલુકાઓમાં ગરબા ની રમઝટ જામવાની હોય જેને અનુલક્ષીને સમગ્ર જિલ્લાના આયોજકો ગરબાના આયોજનમાં વ્યસ્ત બન્યા છે. માં શક્તિનો આ પર્વમાં શક્તિની આરાધના અને હોમ હવન તથા ગરબાનું વિશેષ મહત્વ હોય જેને ધ્યાનમાં લઈ યુવાન ખેલીયાઓમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.વીતેલા કોરોના કાળના ભયાનક બે વર્ષ વીત્યા બાદ છેલ્લા દોઢ વર્ષથી જન જીવન પુનઃ તહેવારોની મોજ માણવા થનગની રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક ખાતે નગરની મધ્યમાં કુસુમસાગર તળાવ કિનારે આવેલ 252 વર્ષ જૂનું માં કાલિકા માતાનું મંદિર આજેપણ અડીખમ છે. જે ચમત્કારિક અને સ્વયંભૂ છે. છોટાઉદેપુર એક સ્ટેટ હતું આશરે 252 વર્ષ પહેલાં રાજવી પરિવારના કુળદેવી તથા નગરદેવીનું આ મંદિર સ્વયંભૂ હોય જેથી નગર જનો માટે આજેપણ ભારે આસ્થાનું કેન્દ્ર છે. અને નગરજનો માં કાલિકાના ચરણોમાં આજેપણ શ્રદ્ધાભેર માથું ટેકવે છે. અને રાજવી પરિવારના સભ્યો પણ પોતાના કુળદેવીના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવે છે. નગરની મધ્યમાં આવેલ મા કાલિકા માતાના મંદિરનો 152 વર્ષ પહેલાં છોટાઉદેપુર ના રાજવી ફતેસિંહજી મહારાજે જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. વર્ષોથી આજે પણ આ મંદિર સમગ્ર નગર માટે આસ્થાનું કેન્દ્ર છે. અને દર વર્ષે વર્ષોથી માં કાલિકાના દરબારમાં નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે છોટાઉદેપુર નગરમાં માં કાલિકા માતાના મંદિરે, નિર્મળ સોસાયટી, લાયબ્રેરીરોડ, ગુરુકૃપા સોસાયટી, રાજપૂત ફળીયા જેવા વિસ્તારોમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના આયોજન અર્થે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરમાં કાલિકા માતાના મંદિરે રોશની અત્યારથીજ કરી દેવામાં આવી છે. અને જો વરસાદ વિલન નહિ બને તો સમગ્ર જિલ્લામાં ડીજે તથા ઢોલી ના તાલે ખેલૈયાઓ ગરબે ઝુમી ઉઠશે અને આનંદ માણશે.
છોટાઉદેપુર રાજવી પરિવારના સપૂત મહારાજા જય પ્રતાપસિંહ ચૌહાણે તથા મંદિરના પૂજારી તુષારભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે. કાલિકા માતા અમારા રાજવી પરિવારના કુળદેવી છે. દર વર્ષે ધામધૂમ પૂર્વક ચૈત્રી નવરાત્રી તથા આસો નવરાત્રી થાય છે. વર્ષો પહેલા છોટાઉદેપુર ના ભૂતપૂર્વ રાજમાતાને ને સ્વપ્ન આવ્યું હતું કે તળાવમાં માં ક્લીકની મૂર્તિ છે. જેના આધારે તપાસ કરતા તળાવમાંથીમાં ક્લીકમાતાની મૂર્તિ પ્રગટ થઈ હતી. અને રાજવી પરિવાર દ્વારા નગરની મધ્યમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી નગરની પ્રજા ધમઘુમ પૂર્વક આ મંદિરે દર્શન અર્થે આવે છે. અને બાધાઓ રાખે છે. જ્યારે માં અંબાની અસીમ કૃપાથી રાજવી પરિવારનો પણ વંશવેલો આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here