છોટાઉદેપુર જિલ્લામાં તા. ૯ થી ૧૧મી જુન દરમિયાન વરસાદ પડવાની સંભાવનાને ધ્યાને લઈ ખેડૂતોને સાવયેતીના પગલાં લેવા કરાયો અનુરોધ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર તા.૦૯/૦૬/૨૦૨૩ થી તા.૧૧/૦૬/૨૦૨૩ સુધી છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના હોય નાયબ બાગાયત નિયામક છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને સાવચેતીના પગલાં લેવા અનુરોષ કરાયો છે.
કમોસમી વરસાદથી બાગાયતી પાકને નુક્શાનથી બચાવવા ખેતરમાં કાપણી કરેલ બાગાયતી પાક ખુલ્લા હોય તો તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી. કેળા, પપૈયા તથા જામફળ જેવા ફળ પાકોમાં ટેકા આપવા તથા થડની આજુબાજુ માટી ચઢાવવી, આંબાની ખેતી કરતા ખેડૂત મિત્રોએ ઉત્પાદન અવસ્થાએ કેરી ને ઉતારીને સુરક્ષિત સ્થાને સંગ્રહ કરવો. બાગાયતી પાકોમાં પિયત આપવાનું ટાળવું. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો.
વધુમાં વરસાદ બાદ ફળ, ફુલ, શાકભાજી જેવા પાકોમાં રોગ જીવાતનો ઉપદ્રવ વધે તેવું જણાય
તો યોગ્ય પગલાં લેવાં વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી એસ-૧, બીજો માળ, જિલ્લા
સેવા સદન, છોટાઉદેપુર, જિ. છોટાઉદેપુર ફોનનં ૦૨૬૬૩-૨૩૨૬૨૫ નો સંપર્ક કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here