છોટાઉદેપુર જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુતોને સહાય માટે પોર્ટલ ખુલ્લુ મુકાયું

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ચાલુ નાણાકીય વર્ષ માટે બાગાયત ખાતાની નવી યોજના અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ યોજનાના ઘટકમાં સહાય મેળવવા માટે તા.૧૯ જુલાઈથી ૧૮ ઓગસ્ટ અને ખેતર પરના ગ્રેડિંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ (પેક હાઉસ બનાવવા) અને બાગાયત મુલ્યવર્ધન એકમ ઉભા કરવા સહાય કાર્યક્રમ મંજુર થયેલ છે. અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ (માળી તાલીમ અંતર્ગત ત્રણ દિવસીય તાલીમ અને તાલીમાર્થીને રૂ.૨૫૦/- પ્રતિ દિન વૃતીકા આપવામાં આવશે. ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીંગ, પેકીંગ એકમ (પેક હાઉંસ ઉભા કરવાના ઘટકમાં બાંધકામ (ઓછામાં ઓછું ૫૦ ચો.મીટર કે તેથી વધુ માટે બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા ખેતર પર માળખાકીય સુવિધા ઉભી કરવા માટે થતા રૂ. ૩.૦ લાખ પ્રતિ એકમ ખર્ચને ધ્યાને લઈ મહત્તમ ૫૦ ટકા અથવા મહત્તમ રૂ. ૧.૫૦ લાખ એકમ બે માંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર રહેશે. બાગાયત મુલ્યવર્ધન એકમ ઉભા કરવાના ઘટકમાં બાગાચતી પાકોમાં કાપણી પછી મુલ્યવર્ધન પ્રક્રિયા જેવી કે ગ્રેડીંગ, શોટીંગ, પેકીંગ, પ્રોસેસીંગ વિગેર માટે ઓછામાં ઓછા ૧૫૦ ચો.મી. સુધીનું એકમ ઉભા કરવા માળખાકીય સુવિધા તથા મશીનરી અને સાધન સામગ્રી વસાવવા મહત્તમ રૂ. ૨૦ લાખ પ્રતિ એકમ ખર્ચ ધ્યાને લઈ મહત્તમ ૧૦ લાખ સુધી સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના મેળવવા માટે તા. ૩૧/૦૮/૨૦૨૩ સુધી આઇ ખેડુત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in ખુલ્લુ મુકવામાં આવેલ છે, જે લાભાર્થીઓ બાગાયત ખાતાની આ સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ગામના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ખાનગી ઇંટરનેટ સોર્સ મારફત પોતાના ૮-અ, ૭ અને ૧૨ નકલ, રેશનકાર્ડ, આધારકાર્ડ તથા ચાલુ બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલા (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ લાભાર્થી માટે) સાથે લઈ જઈને સમયસર અરજી કરવી. અરજી કર્યા બાદ અરજીની કોપી અને ઉપર જણાવેલ સાધનીક કાગળો અરજી કર્યા બાદ દીન – ૭ મા નાયબ બાગાયત નિયામકની કચેરી, એસ-૧, બીજે માળ, જીલ્લા સેવા સદન, છોટાઉદેપુર: રૂબરૂ જમા કરાવવાનું નાયબ બાગાયત નિયામકની અખબાર યાદીમાં જણાવાયુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here