છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામના રહેવાસીઓ તરફથી સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગામ જડબેસલાક બંધ રહ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

તેજગઢ ગામમાં અરાજકતા ફેલાવતા અસામાજિક તત્વોના ત્રાસથી બચાવ માટે કલેકટરના દ્વાર ગામ લોકોએ ખખડાવ્યા

છોટાઉદેપુર તાલુકામાં આવેલ તેજગઢ ગામના રહેવાસીઓ તરફથી તેજગઢ ગામમાં પૂનમ તથા તેમના પરિવારના સભ્યો અને અરાજકતા ફેલાવતા સામાજિક તત્વોના ત્રાસથી બચવા અર્થે જિલ્લા કલેકટર કચેરી છોટાઉદેપુર ખાતે સરપંચ નરસિંહભાઈ રાઠવા, અક્ષયભાઈ શાહ, શંકરભાઈ પંચાલ માજી સરપંચ રમેશભાઈ શાહ, સિરાજભાઈ શેખ મધુભાઈ પંચોલીની આગેવાનીમાં આવેદન પત્ર આપવા 200 જેટલા વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને પૂનમ તથા પરિવાર વિરુદ્ધ સુત્રોચાર કર્યા હતા. અને તેજગઢ ગામમાં સ્વયંભૂ બંધ પાડ્યો હતો
આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે પૂનમ તથા તેમના પરિવારના સભ્યો દ્વારા તેજગઢ ગામના છેલ્લા 10 થી 15 વર્ષથી ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. કાયદાનો દૂર ઉપયોગ કરવો દાદાગીરી કરવી મારામારી કરવી બીજાની જમીનોમાં દબાણ કરવા બીજાની મિલકતો ગેરકાયદેસર પચાવી પાડવી, એફ આઈ આર થાય તો બદ ઇરાદા સાથે સામે અનેક માણસો સામે ક્રોસ એફઆઈઆર કરવી દબાણ ઊભું કરવું પોતાનું ધાર્યું કરી સમાધાન કરાવી લઈ પાછી અરાજકતા ફેલાવવા લાગવી જે પદ્ધતિ બની ગઈ છે ઉપરોક્ત વ્યક્તિ તથા તેના પરિવારનો ગેરકાયદેસર વ્યવસાય જેવો કે ઉંચા વ્યાજે ધિરાણ ગેરકાયદેસર પશુઓની હેરાફેરી જેવા અન્ય ધંધાઓ સાથે સંકળાયેલા છે અને પોતે કેટલાય ગેરકાયદેસર વ્યવસાયો કરતા હોય અને આખા ગામમાં દાદાગીરી કરી ધાક ધમકીઓ આપી પોતાની મનમાની કરે છે. જે સાથે સાથે અધિકારીઓને પણ દબાવી પોતાની કોમના વગદાર નેતા દ્વારા અધિકારી વર્ગ ઉપર ખોટી સહાનુભૂતિ ઊભી કરાવે છે તેમ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે
વધુમાં જણાવ્યું છે કે ઉપરોક્ત વ્યક્તિ કાયદા કોર્ટ કચેરીનો હુકમનો અનાદર કરી અને કાયદાની ઉપરવટ જઈને કામ કરવા ટેવાયેલા છે જેવા ઘણા બધા પ્રજાને આફત રૂપ સમસ્યાઓ ઊભી કરી દાદાગીરી અને મનમાની થતી હોય તેના કારણે પ્રજા રોષે ભરાઇ છે અને માથાભારે તત્વો ઉપર કાબુ મેળવવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ત્રાસમાંથી પ્રજાને મુક્તિ મળે ગુનાહિત કૃત્યો માટે આંકરામાં આકરી સજા થાય તેરી માંગ કરવામાં આવી હતી જો આ પૂનમ પરિવાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવા અસામાજિક તત્વો દ્વારા આવનારા ભવિષ્યમાં ગામમાં મોટી હોનારત થશે જેથી તેના પર કડક કાર્યવાહી થાય તેવી માંગ આપેલ આવેદન પત્રમાં કરી છે.જ્યારે રાજકીય નેતાઓ પણ આ સમસ્યાનું સમાધાન કરે તેવી આશા વ્યક્ત ગામલોકો એ કરી હતી.

છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામના રહેવાસીઓ તરફથી સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગામ જડબેસલાક બંધ રહ્યું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here