છોટાઉદેપુર ખાતે યોજાયેલા દિવ્યાંગજન સાધન સહાય વિતરણ કેમ્પ સાંસદ ગીતાબેન રાઠવા ની અધ્યક્ષતામા યોજાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

“દેશના દિવ્યાંગજનો મારા પરિવાર, દિવ્યાંગજનોને સરકારે પ્રતિષ્ઠા અપાવી છે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી”

માતા પિતા દિવ્યાંગ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે, સરકાર તેની માટે કામ કરે છે

દિવ્યાંગોના ઉત્થાન માટે સંસદ સભ્ય શ્રી ગીતાબેન રાઠવાના અથાગ પ્રયત્નો થી કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અધિકારીતા વિભાગના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર સ્વામિનારાયણ હોલ ખાતે યોજાયેલા દિવ્યાંગજન સાધન-સહાય વિતરણ મેગા કેમ્પ યોજાયો..

આ કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લાના કુલ 589 લાભાર્થીઓને 862 સાધનોની નિશુલ્ક સાધન- સહાય નું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ગીતાબેન રાઠવા સાંસદ સભ્ય તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મલ્કાબેન જિલ્લા મહિલા મોરચા પ્રમુખશ્રી સજન બેન તેમજ ડીવાયએસપી રાઠોડ અને મોટી સંખ્યામા દિવ્યાંગજનો ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો .

બાળકોનો જન્મ થાય છે, તે પરિવારને ઇશ્વર પસંદ કરે છે, કારણકે તે પરિવાર દિવ્યાંગનું પાલનપોષણ કરવા માટે સક્ષમ હોય છે. ઇશ્વરને તેમના માતાપિતા પર વિશ્વાસ હોય છે. આવા માતા પિતા દિવ્યાંગ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દેતા હોય છે.

માનનીય વડાપ્રધાન મોદી સાહેબે વિકલાંગને દિવ્યાંગ શબ્દ આપી માત્ર નામ પૂરતી પ્રતિષ્ઠા આપવાનું કાર્ય સરકારે નથી કર્યું પરંતુ, દિવ્યાંગની સર્વાંગી ઉત્થાન માટે અનેક યોજના બનાવી છે અને નિર્ણયો લીધા છે. દિવ્યાંગ બાળક સામાન્ય બાળક જેવી જ ક્ષમતા ધરાવતા નથી, એથી પરીક્ષામાં પાસિંગ માર્ક 35માંથી ઘટાડી 25 કરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here