છોટાઉદેપુર : એક દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી પાડતુ સ્પેશીયલ ઓપરેશન ગૃપ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા તેમજ એ.ટી.એસ.ના ચાર્ટર મુજબની કામગીરી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરેલ

જે અન્વયે એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, વિ.એસ.ગાવીત નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે રંગપુર પો.સ્ટે વિસ્તારમાં પ્રેટ્રોલીગમા હતા તે દરમ્યાન એસ.ઓ.જી. I/C પોલીસ ઇન્સપેક્ટર, વિ.એસ.ગાવીત નાઓને ખાનગી રાહે બાતમી હક્કિત મળેલ કે, રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દડીગામ ગામે નીશાળ કળીયામાં રહેતા તેરીયાભાઈ ચીમળીયા નાયકા નાઓ પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તંમચ લાયસન્સ પરવાના વગરનો ગેર કાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા તેરીયાભાઈ ચીમળીયા નાયકા ઉ.વ.૫૦ ધંધો. ખેતી રહે. નીશાળ ફળીયા, ગામ દડીગામ, તા.જી. છોટાઉદેપુર નાઓના પોતાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં આવેલ અનાજ ભરવાની મોસઠી નીચે રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો તંમચો કિંમત રૂપીયા ૫,૦૦૦/- ગણી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ ધી આર્મ્સ એકટ મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે અને છોટાઉદેપુર એસ.ઓ.જીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળેલ છે

પકડાયેલ ઇસમનુ નામ:- તેરીયાભાઈ ચીમળીયાભાઈ નાયકા ઉ.વ.૫૦ ધંધો,ખેતી રહે. નીશાળ ફળીયા, દડીગામ તા.જી. છોટાઉદેપુર

પકડાયેલ મુદામાલની વિગત:-એક દેશી હાથ બનાવટનો તમંચો જેની કિ.રૂ.૫,૦૦૦/-તથા ચુટણી કાર્ડની નકલ કી.રૂ 00/00 તથા ઘરવેરા ની પાવતી ની નકલ કી.રૂ 00/00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here