ગુજરાત હાઇકોર્ટ દ્વારા માર્ગ અને મકાન વિભાગ પંચાયત ના રોજમદાર તરીકે ફરજ બજાવતા ત્રણ કામદારોના વારસોને તમામ લાભો આપવાનો આદેશ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ગુજરાત સરકાર ની સીધી દેખરેખ હેઠળ ચાલતા મકાન અને માર્ગ વિભાગ પંચાયત ગોધરા લુણાવાડા અને સંતરામપુર મુકામે ચાલતી કચેરીઓમાં રોજમદાર મજુર તરીકે વર્ષોથી ફરજ બજાવતા રઈજીભાઈ એસ તલાર અને નાનાભાઈ એમ પગી પુંજાભાઈ એ ખાંટ જેઓને તેમની નોકરીના અરસા દરમિયાન સરકારના નિયત કરેલ તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્રના તમામ લાભો આપવામાં આવતા હતા પરંતુ તેમની નોકરીના દરમિયાન એકાએક અકાળે તેઓનું અવસાન થવા પામેલ ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરેલ પરિપત્ર આધારિત ગુજરનારના આ ત્રણ સીધી લીટીના વારસ વિધવા પત્નીઓને પરિપત્ર મુજબ ફેમિલી પેન્શન ચૂકવવાની જોગવાઈ હોવા છતાં તેઓ ને ફેમિલી પેન્શન નો લાભ આપવામાં આવેલ ન હતો જેને લઇ ઞુજરનાર વિધવા વારસ પત્ની કમળાબેન પગી નાની બેન તલાર અને દિવાળીબેન પી ખાટ વિગેરે દ્વારા સરકારી અધિકારીઓ સમક્ષ ફેમિલી પેન્શન મેળવવા માટે રજૂઆતો કરેલ પરંતુ તે રજૂઆતો અંગે કોઈ ધ્યાન દોરવામાં આવેલ ન હતું જેને લઇ આ ત્રણ વિધવા બહેનોએ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરીતેઓ દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર તથા ૧૭૬૬૨/૨૨ તેમજ ૮૩૭/૨૩ દાખલ કરેલ જે કામે ફેડરેશન અને કામદારો તરફે વિદ્વાન એડવોકેટ દિપક આર દવે હાજર રહેલ અને કેસમાં પડેલ પુરાવા અને દસ્તાવેજો આધારિત દલીલો કરતા ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાયમૂર્તિ નિખિલ એસ કારીયેલ દ્વારા આખરી આદેશ ફરમાવતા ગુજરનારના વિધવા વારસ પત્નીઓ ને હુકમની તારીખથી આઠ અઠવાડિયામાં ફેમિલી પેન્શન તેનો બાકી નીકળતો તફાવત અને નિવૃત્તિના તમામ લાભો આપવાનો આખરી આદેશ ફરમાવે સમય મર્યાદામાં આદેશનો અમલ કરવામાં ન આવે તો તે રકમ ઉપર છ ટકા બેન્કેબલ વ્યાજ ચૂકવવાનો પણ આદેશ કરેલ છે જે આદેશથી ગુજરનારના પરિવાર માં આનંદ લહેર વ્યાપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here