ગુજરાત સરકાર ના શહેરી વિકાસ અને શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયાનો નર્મદા જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડીયા તા.૧૨ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ને સોમવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સિટી, દેડીયાપાડા ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત આયોજિત પ્રાંત કક્ષાના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ રાજપીપલા સરકીટ હાઉસ ખાતે બપોરે ૦૩.૦૦ કલાકે નર્મદા-ભરૂચ જિલ્લાના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે તેમજ બપોરે ૦૪.૦૦ કલાકે રાજપીપલા સરકીટ હાઉસ ખાતે નર્મદા-ભરૂચ જિલ્લાના નગરપાલિકાઓની સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ મંત્રી વિનોદભાઈ મોરડીયા રાત્રિ રોકાણ રાજપીપલા સરકિટ હાઉસ ખાતે કરશે. મંત્રીશ્રી મોરડીયા તા. ૧૩ મી સપ્ટેમ્બર, ૨૦૨૨ને મંગળવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય, રાજપીપલા ખાતે “વિશ્વાસથી વિકાસયાત્રા” અંતર્ગત આયોજિત નર્મદા જિલ્લા કક્ષાના લોકાર્પણ-ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રી અનુકૂળતાએ આણંદ જવા રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here