ગાંધીધામ સંકુલમાં ગટર મિશ્રિત પીવાના પાણીથી પ્રજા પરેશાન… ભયંકર રોગચાળાની દહેશત…

ગાંધીધામ, આરીફ દીવાન (મોરબી) :-

શુ પ્રશાસન સંકુલમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેની રાહ જોઈ રહ્યું છે ? : ગોવિંદ દનીચા

કચ્છની આર્થિક પાટનગરી ગાંધીધામ સંકુલ ની પ્રજાને પ્રાથમિક સગવડો પૂરી પાડવામાં પ્રશાસનની ગંભીર બેદરકારીઓ અને પ્રજા ને પીડતી સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરવાની નીતિ થી પ્રજા માં અસંતોષ અને આક્રોશ છવાયો છે તેવું માનવતા ગ્રુપ નાં પ્રમુખ ગોવિંદ દનીચા એ રજુઆત કરતા જણાવ્યુ હતું.

શ્રી દનિચાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ” ગાંધીધામ સંકુલના દરેક વિસ્તારોમાં આડેધડ થઈ રહેલા ખોદકામ થી એક તો વર્ષો જૂની ખવાઈ ગયેલી ગટરની લાઈનો તૂટી પડવાના છાસવારે બનાવો બની રહ્યા છે અને સતત ઉભરાતી ગટરોની ચેમ્બરોની સમસ્યા એ તો બારે માસ સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે આ ઉભરાતી ગટરો અને સતત તૂટી રહેલી ગટર ની લાઈનોના ના દૂષિત પાણી નજીક જ આવેલ પીવા ના પાણી ની લાઈનમાં મિશ્રણ થવા થી છેલ્લા બે દિવસથી સંકુલમાં મોટો રોગચાળો ફાટી નીકળશે ટેવો ડર લોકો ને સતાવી રહ્યો છે .

લાંબા સમયથી આદિપુરના જુદા જુદા વિસ્તારોમાં સતત દુર્ગંધ અને દૂષિત પાણી પીવાના પાણીની લાઈનોમાં આવી રહ્ય હોઈ કરોડો રૂપિયા ના વિકાસ કામોની જાહેરાત અને આંકડાઓની અટપટી માયાજાળ વચ્ચે પ્રજા પૂછી રહી છે કે આ કરોડો રૂપિયા ક્યાં અને કયા કામો માં વાપરવામાં આવી રહ્યા છે ? એનું સ્પષ્ટ ચિત્ર લોકો સમક્ષ સ્પષ્ટ કરવી જોઈએ.

પ્રજાના ટેક્સના પૈસા , ચૂંટાયેલા અને સત્તા પર બેઠેલા આંખલા ઓ જમી જતા હોય જો આ બાબતે યોગ્ય રીતે સર્વ પક્ષીય તપાસ સમિતિ નિમિને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના કામો માં વ્યાપેલા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે . લોકો પાસે થી કરોડો રૂપિયાના ટેક્સ નગરપાલિકા વસુલતી હોઈ તેમ છતાં પણ નગરપાલિકાની અંદર છેલ્લા લાંબા સમયથી પુરતા સફાઈ કર્મીઓનો અભાવ, સફાઈ નાં સાધનોનો અભાવ સાથે સાથે લાંબા સમયથી મરમત વિના કાટ ખાઈ રહેલાં કિમતી વાહનો જેવી સમસ્યા ઓ પણ મુખ્ય ભાગ ભજવી રહ્યા છે. લાંબા સમયથી ભ્રષ્ટાચાર દ્વારા કમાઈ લેવાની વૃતિથી અને પ્રજા ની પીડા પારખવામાં ઊંની ઉતરેલી નગર પાલિકા ગાંધીધામ સંકુલની પ્રજાને જાણે આ પ્રશાસન બાન માં મૂકી રહ્યુ હોય એ રીતનું વલણ નું પ્રજા ને પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યું છે અને પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાત સરકાર કચ્છ જિલ્લાની નગરપાલિકાઓની અંદર ગટરની લાઈનોના કામોમાં , માર્ગોના કામોમાં , પેવર બ્લોક બ્લોક અને આર. સી. સી. કામોમાં, ગટર ની ચેમ્બરો બનાવવાનાં કામો માં થઈ રહેલા મોટા પાસે ભ્રષ્ટાચાર બાબતે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવું અહીંના પ્રજાજનો ઇચ્છી રહ્યા છે એવું શ્રી દનીચા એ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here