ખેતીવાડી ખાતાના વડોદરા વિભાગ હેઠળના જિલ્લાઓમાં ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા ચકાસણી ઝુંબેશ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આગામી ચોમાસુ ઋતુમાં ખેડુતોને ગુણવત્તા સભર અધિકૃત બિયારણ, ખાતર અને જંતુનાશક દવા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી સંયુક્ત ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) વડોદરા વિભાગ, વડોદરા દ્વારા ખેતી નિયામકશ્રી ગાંઘીનગરના માર્ગદર્શન હેઠળ તારીખ- ૨૬-૦૫-૨૦૨૨ થી ૨૮-૦૫-૨૦૨૨ દરમ્યાન આંતર જિલ્લા સ્કોર્ડ બનાવી બિયારણ, ખાતર અને જંતુનાશક દવા વેચાણ કરતા ડીલરો/ એજન્સીઓ ને ત્યાં ગુણવત્તા નિયંત્રણ ને લગતા નિયમોનુસાર ચકાસણીની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ રોજ તારીખ-૨૬-૦૫-૨૦૨૨ના રોજ પંચમહાલ જિલ્લામાં કુલ ૨૭ ડીલરો/ એજન્સીઓ ની ચકાસણી કરવામાં આવી,જેમા બિયારણના ૦૧, ખાતરના ૦૨ અને જંતુનાશક દવાના ૦૧ નમુનાઓ લેવામાં આવ્યા તથા નમુનાઓને પ્રયોગશાળામાં ચકાસણી અર્થે મોકલી આપવામાં આવેલ છે. તેમજ બિયારણના ૦૨, ખાતરના ૦૩ અને જંતુનાશક દવાના ૦૧ એમ કુલ ૦૬ વિક્રેતા ને કાયદાકીય જોગવાઇ અનુસાર નોટીસ આપેલ તથા અંદાજિત કિંમત ૨.૫૨ લાખ નો ૧૩૦ કી.ગ્રા. બિયારણ નો જથ્થો અટકાવવામાં આવેલ હતો.
ખેડુત મિત્રો ને ખેતીવાડી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે ખેડુતોને નીચેની બાબતોની ખાસ કાળજી રાખવા વિનંતી છે. જેમાં જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો , રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાની બોટલ/ટીન તથા બિયારણની થેલી સીલબંધ છે કે કેમ ? તેની ખાતરી કરવી તથા કોઇ પણ સંજોગોમાં મુદ્ત પુરી થયેલ જંતુનાશક દવા અથવા તો બિયારણની ખરીદી કરવી નહી.ત્રણેય ઇનપુટ્સના વેપારી પાસેથી તેના લાયસન્સ નંબર અને પુરેપુરા નામ/ સરનામા તથા તેની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ/લોટ/બેચ નંબર તથા જંતુનાશક દવા અને બિયારણના કિસ્સામાં તેની ઉત્પાદન અને મુદત પુરી થયા તારીખ વગેરે તમામ વિગતો દર્શાવતું પાકું બીલ મેળવી લેવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી/ટીન/લેબલ સાથે અવશ્ય કરી લેવી.ખાતરની થેલી/બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનીક ફર્ટીલાઇઝર અથવા તો નોન-એડીબલ ડી-ઓઇલ્સ કેક ફર્ટીલાઇઝર એવો શબ્દ લખેલ ન હોય તો તેવી થેલીમાં ભરેલ પદાર્થ ખરેખર ખાતરને બદલે કોઇ ભળતો પદાર્થ હોઇ શકે અને આવા પદાર્થોની ખાતર તરીકે ખરીદી ન કરવી.જમીન સુધારકોના નામે વેંચાતા પદાર્થો હકિકતે રાસાયણિક કે અન્ય ખાતર હોતા નથી. આથી કોઇ ખેડુતો દ્વારા આવા પદાર્થોને ખાતર તરીકે ખરીદવા નહી કે ખાતરની અવેજીમાં બિલકુલ વાપરવા નહી.વૃધ્ધિ કારકો(ગ્રોથ હોરમોન) સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેકટીસાઇડ બોર્ડ દ્રારા આપવામાં આવેલ તેનો સી.આઇ.બી રજીસ્ટ્રેશન નંબર તથા ઉત્પાદન લાયસન્સ નંબર લખેલ ન હોય તેમજ તેના લેબલ ઉપર ૪૫° ના ખુણે હીરાના આકારમાં મુકેલ ચોરસમાં બે ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ જ્યારે ઉપરના ત્રિકોણમાં તેના ઝેરીપણા અંગેની નિશાની/ચેતવણી લખેલ ન હોય તે વૃધ્ધિકારકો/ જંતુનાશક દવાની બોટલ/ પાઉચ/પેકેટ/થેલી માં રહેલ વૃધ્ધિકારકો/જંતુનાશક દવાની ગુણવતાની કોઇ ખાતરી ન હોવાથી આવા વૃધ્ધિકારકો/જંતુનાશકોની ખરીદી કોઇ પણ સંજોગોમા ન કરવી.કપાસમાં આવતી ગુલાબી ઇયળ પ્રતિકારક (પિંક ગાર્ડ) / નિંદામણ નાશક દવા પ્રતિકારક (વીડ ગાર્ડ) નામની કોઇ પણ જાત માન્યતા ધરાવતી નથી. જેથી કોઇ પણ લેભાગુ વિતરકો દ્વારા આવી કોઇ પણ શંકાસ્પદ જાતોનું વિતરણ થતુ હોય તો તેની ક્યારેય ખરીદી કરવી. આ ઉપરાંત ખાતર, બિયારણ અને જંતુનાશક દવાની ગુણવતા અંગે કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લાના નાયબ ખેતી નિયમાકશ્રી(વિસ્તરણ), મદદનીશ ખેતી નિયામકશ્રી (ગુ,નિ.), ખેતીવાડી અધિકારીશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણ ગોધરા – પંચમહાલે એક અખબારી યાદીમા જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here