કાલોલ : શ્રી સ્વસ્તિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ચલાલી ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

વેજલપુર, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

તારીખ 5 સપ્ટેમ્બર સમગ્ર ગુજરાત શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે શિક્ષકોને બાળકોના જીવનમાં માતા-પિતા પછી બીજા નંબરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે અને માતા સમાન સ્થાન આપવામાં આવે છે કારણ કે શિક્ષકો પોતાની આખું જીવન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા વિતાવે છે શિક્ષકોને ગુરુ કહેવામાં આવે છે ગુરુ એક એવી વ્યક્તિ છે કે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે સંસ્કૃતમાં ગુરુ નો શાબ્દિક અર્થ થાય છે અંધકાર દૂર કરનાર જેથી ભારતીય પરંપરામાં ગુરુ ને સર્વોચ્ચ મહત્વ અને આદર આપવામાં આવે છે શિક્ષકના માર્ગદર્શન થી શિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનો માર્ગ આનંદમય અને સફળ બને છે.

વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોની ભૂમિકા અને ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી શરૂ કેવી રીતે થઈ જેમાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણ જે એક મહાન શિક્ષક અને ફિલોસોફર અને ભારત રત્ન પ્રાપ્ત કરનારા હતા જેમાં વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસ ઉજવવા વિનંતી કરી હતી જેથી તેઓએ જવાબમાં જણાવેલ કે મારો જન્મ દિવસ ઉજવવા ને બદલે 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તે મારા માટે ગર્વની વાત છે તે દિવસથી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેથી આ શિક્ષક દિવસની ઉજવણી શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ચલાલી ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં 15 જેટલા વિદ્યાર્થીઓ એ શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને એક દિવસ માટે શિક્ષણ આપીને શિક્ષક દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here