કાલોલ : બોરૂની મુવાડી ગામે જમીનના વિવાદને લઈ એક વૃધ્ધનું હૃદય રોગના હુમલાથી મોત

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકાના બોરૂની મુવાડી ગામની સીમમાં આવેલ અંદરખવાળા ખેતરને ખેડુતે એક લઘુમતી કોમના ખાતેદારને થોડા સમય પહેલા વેચાણ કરેલ પંરતુ આ અંદરખવાળા ખેતરનો કબજો બોરૂ ગામના બીજા એક ખેડુત પાસે હોવાનું જાણવા મળેલ. વેચાણ લીધેલા ખેતરમાં લઘુમતી કોમના વ્યક્તિએ અંદરખવાળા ખેતરમાં શનિવારે રાત્રે ટ્રેક્ટર લઈને ખેડવા માટે પહોંચી ખેતરમાં ખેડ કરતાં બોરૂ ગામનાં કબજેદાર ખેડુત નરવતભાઈ ચંદુભાઈ સોલંકી (ઉ.વષૅ-૬૦) પોતાના કબજામાં આવેલ ખેતરમાં ટ્રેક્ટરનું લાઈટ જોતાં ખેતરમાં દોડી ગયાં હતાં. અચાનક કોઈ કારણસર નટવરભાઈ ખેડેલ ખેતરમાં ખેડાણવાળી જગ્યાએ બેભાન અવસ્થામાં પડેલ હતાં. આમ આવી હાલતમાં બેભાન પડેલાં નટવરભાઈના મોટાં દિકરા રામસીંગ તેમજ ત્યાં હાજર એવાં ફારૂક ઈસ્માઈલ દાઉદ તેમજ અન્ય બે વ્યક્તિ ફોર વ્હીલર ગાડીમાં કાલોલ લઈ ને આવ્યાં હતાં. જ્યાંથી તેમણે પરેશભાઈ સહિતનાં આવેલ સંબંધીઓ સૌપ્રથમ ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ ગયેલા અને ત્યારબાદ કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ રેફરલ હોસ્પિટલ ખાતેનાં તબીબી અધિકારી દ્વારા નટવરભાઈનું અવસાન જાહેર કર્યું હતું. મૃતકનું પોસ્ટમોર્ટમ કરી રવિવારને ફાગણ સુદ પૂનમને હોળીના દિવસે પોતાના ઘર પરીવારને અંતિમવિધી માટે મૃતકની બોડી સોંપવામાં આવી હતી. હોળી જેવા પવિત્ર તહેવારના દિવસે દુ:ખદ બનાવથી પરીવાર અને બોરૂની મુવાડી ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો. જોકે હોળીના પવિત્ર તહેવારને લઈને મૃતક પિતાનાં દેહની અંતિમવિધી મસાલ અને ઢોલથી વાજતે ગાજતે પુત્રો અને પરિવારજનો દ્વારા પુણૅ કરવામાં આવી હતી.

જો કે સૌ પ્રથમ સમગ્ર બનાવ બનવા પાછળ મૃતકની હત્યા થઈ હોઈ તેવી લોક ચચૉઓ સમગ્ર કાલોલ તાલુકામાં વંટોળિયે ચઢી હતી. પરંતુ પોલીસ તપાસ અને તબીબના જણાવ્યા અનુસાર મોતનું કારણ હ્રદય રોગનો હુમલો હોવાનું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here