કાલોલ પોલીસે શહેરાના રૂપચંદ સેવકાણીની અટકાયત કરી કોર્ટમા રજુ કરતા જ્યુ કસ્ટડીમાં મોકલી આપ્યો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલના નવાપુરા અને વલ્લભદ્વાર વચ્ચે મોકાની જગ્યાએ આવેલ જમીન જેના જુના સર્વે નં ૩૬ પૈકી ૨ નવા સર્વે નં ૫૪ ની જમીનના માલીક રૂપચંદ ઓડરમલ સેવકાણી એ ખોટી રીતે બીનખેતી નો હુકમ ગત તા ૧૪/૧૨/૨૦૨૨ નો બનાવી સીટી સર્વે કચેરી ગોધરા ખાતે રજુ કરાવી તા ૧૨/૦૪/૨૦૨૩ ના રોજ નોધ નં ૨૪૭૭ ની નોધ પડાવી નોધ મંજુર કરાવી હોવાની રજુઆત કરી બીનખેતી ની પરવાનગી મેળવવા રજુ કરી રૂપચંદ સેવકાની દ્વારા તા ૧૪/૧૨/૨૦૨૨ ખોટો હુકમ બનાવી ચીટનીશ ટુ કલેક્ટર ની ખોટી સહી અંગ્રેજીમાં કરી સાચા તરીકે ગોધરાની સીટી સર્વે કચેરીમાં રજૂ કરી જેના આધારે ગોધરાની સીટી સર્વે કચેરીએ નોંધ પાડી હતી ગોધરા સીટી સર્વે કચેરી દ્વારા સાધનિક કાગળો જિલ્લા કલેકટર કચેરીને મોકલી આપતા બિન ખેતીનો હુકમ મોકલી આપેલ હતો જે હુકમ સરકારના IORA પોર્ટલ ઉપર ચેક કરતા આવી કોઈ બીન ખેતીની જમીન માટેની ઓનલાઇન અરજી મળેલ નથી તેમજ આવા કોઈ નંબરનો આવી તારીખમાં બિનખેતીનો હુકમ થયો નથી તેવું પુરવાર થતાં રૂપચંદ ઓડરમલ સેવકાણી રે સીંધી સોસાયટી શહેરા સામે ફરિયાદ નોંધાવવા માટે કલેકટર કચેરી દ્વારા ચીટનીશ ને હુકમ કરતા ચીટનીશ એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવટી બીનખેતી નો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરવા બાબતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ સિનિયર પોલીસ સબ ઇન્સ્પેકટર જે ડી તરાલે શરૂ કરી હતી જે તપાસ દરમ્યાન પીએસઆઈ જે ડી તરાલે આરોપી રૂપચંદ ને શહેરા થી શનિવારે પકડી પાડયો હતો અને રવિવારે કાલોલ કોર્ટ ના મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરી રિમાન્ડ માંગતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી જ્યુડીશિયલ કસ્ટડી મા મોકલી આપ્યો હોવાની વિગતો જાણવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here