કાલોલ તાલુકા એ ટી.ડી ઓ જયદીપભાઇ રમેશચંદ્ર રાણા વયનિવૃત થતાં વિદાય સમારોહ યોજાયો

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

કાલોલ તાલુકા પંચાયતમા એ ટી.ડી ઓ.ની ફરજ બજાવતાં જયદીપભાઈ રમેશચંદ્ર રાણા સાહેબ ઓ તા.૩૧/૦૫/૨૦૨૧ના રોજ વયનિવૃતથયામા વિદાય સમારોહ સરકારની ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરતા સાદગીપૂર્વક યોજવામાં આવ્યું. જેમાં હાજર રહેલા તાલુકા વિકાસ અધિકારી શ્રી ટી. ડી. ઓ.સેજલબેન સંગાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને તલાટી કમ મંત્રી શ્રી ઓ તેમજ તમામ સ્ટાફ સહિત બધાંએ હસતા મુખે વિદાય સમારોહમાં હાજરી આપી. એ ટી ડી ઓ જયદીપભાઇ રમેશચંદ્ર રાણા ઓ ની કામગીરી બિરદાવી. તેમજ તેમની 36 વર્ષની સર્વિસ આવી રીતે મહેકમશાખા,આરોગ્યશાખા, બાધકામશાખા,જિલ્લા પંચાયત ગોધરા,,ત્રીસ વર્ષ, સર્વિસ અને શહેરામા પેટા વિભાગ ત્રણ વર્ષ અને હાલ કાલોલ તાલુકા પંચાયતમા એ ટી ડી ઓ. ની ફરજ બજાવતા ત્રણ વર્ષ આમ કુલ ટોટલ છત્રીસ વર્ષની સર્વિસમા અધિકારીઓ થી માડી બધાએ એમના કામ અને પર્ફોમન્સ ની પ્રશંસા કરી કામગીરી બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here