કાલોલ તાલુકામાં સાયબર ફ્રોડનો વધુ એક ગુનો સામે આવ્યો… ઝાંખરીપુરા ગામના એક ઇસમના બેંક ખાતામાંથી રૂ. 71000 ઓનલાઇન માધ્યમથી ઉપાડી ગયા…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ઝાંખરીપુરા ગામના એક ઇસમના બેંક ખાતામાંથી રૂ. 71000 જેટલી રકમ ઓનલાઇન માધ્યમથી ઉપાડી ગયા હોવાની વિગતો સાથે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નાંધવતા પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના ઝાખરીપુરા ગામના રહીશ અને ખેતીના વ્યવસાયથી ગુજરાન ચલાવતા પરવતસિંહ દામસિંહ રાઠોડને ખેતી તથા અન્ય સામાજિક કામો માટે નાણાંની જરૂરિયાત તેઓએ ગોધરા સ્થિત આઇસીઆઇસીઆઇ બેન્ક માંથી ગત ઓગસ્ટમાં લોન લીધી હતી. આ દરમ્યાન બેંક દ્વારા તેઓને એક ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરેલ હતું. ક્રેડિટ કાર્ડના ઉપયોગ અંગેની માહિતી તેઓ પાસે ન હોય તેઓએ ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવ્યું ન હતું. જે અંગે ગત. ૨૭/૦૯/૨૩ ના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને સામેથી વાત કરતા અન્ય એક હિન્દીભાષી ઈસમે બેંકના કર્મચારી તરીકેની પોતાની ઓળખ આપી ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવા જણાવેલ અને જો ક્રેડિટ કાર્ડ તુરંત એક્ટિવ કરવામાં નહિ આવે તો ઉચી પેન્લટી ભરવી પડશે તેવા ભયસ્થાનો સાથે ગુમરાહ કરી એક ચોક્કસ પ્રકારની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ફરિયાદોનો મોબાઈલ હેક કરી ફરિયાદીના ખાતામાંથી રૂ. 71000 ઉઠાવી લીધા હતા. જે અંગેની જાણ ફરિયાદી પર્વતસિંહને થતાં તમામ હકીકતો સાથે કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા સાઇબર ઠગ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here