કાલોલ આઈટીઆઈ કચેરી તરફ જવાનો રસ્તે સરેઆમ ગંદકીનું સામ્રાજ્ય વિદ્યાર્થીઓમાં ભારે રોષ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ની આઇટીઆઇ તરફ જવાના ખખડધજ રસ્તા ઉપર ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે તેમજ મસ મોટા ખાડા પડી જવાને કારણે આઈટીઆઈ માં ભણવા જતા વિદ્યાર્થીઓને તેમજ શિક્ષકો.ને ભારે પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા ઉપર કાલોલ નગરપાલિકાના કોમ્યુનિટી હોલ આવેલો છે અને આ હોલમાં વખતોવખત સરકારી કાર્યક્રમો યોજાય છે આ કાર્યક્રમમાં ધારાસભ્ય , સાંસદ અને જિલ્લા કલેકટર થી લઈને મંત્રીશ્રી ,પ્રભારી મંત્રી શ્રી તેમજ ઉચ્ચ અધિકારીઓનું અને ભાજપ નાં વિવિઘ હોદેદારો નુ અવારનવાર આગમન થતું હોય છે. તેમ છતાં કાલોલ નગરપાલિકા દ્વારા આ રસ્તો બનાવવામાં કોઈ અગમ્ય કારણોસર આળશ કરવામાં આવી રહી છે. હાલમાં કાલોલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે નવા આવેલા ચીફ ઓફિસર અને વહીવટદાર મળીને આ સમસ્યાનો તાકીદે અંત લાવે તેવી આઈ.ટી.આઈ માં ભણતા વિદ્યાર્થીઓની માંગ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here