કાલોલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના શીલ થયેલ ઉમેદવારોના ભાવીનો આજે ફેંસલો…

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન

સમગ્ર પંચમહાલ જિલ્લામાં જિલ્લા/તાલુકા પંચાયતની ચુંટણીઓનો જંગ ખેલાયો હતો.જેમાં જિલ્લાની-૫ બેઠકો પર થી ૧૨ ઉમેદવારો અને તાલુકાની-૨૪ પબેઠકો પૈકી / અલવા અને કરોલી /એમ બે બેઠકો બિન હરીફ થતા ૨૨ બેઠકો પરના ૬૨ ઉમેદવારો વચ્ચે ત્રિકોણીય જંગની રમઝટ જોવા મળી હતી. જ્યારે આવાં ઉમેદવારો ના ભાવિ નક્કી કરવા જનતાં પણ ૨૮ ફેબ્રુઆરી ના રોજ  તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શાંતિ પુણૅ રીતે મતદાન કર્યું હતું. કાલોલ તાલુકામાં યોજાયેલ જિલ્લાનું કુલ ૬૬.૩૬ ટકા અને તાલુકાનું ૬૬.૮૨ ટકાનું મતદાન થયું હતું.જ્યારે મતદાન સમય પૂણૅ થતાં ૧૭૯ મથકોના  EVM મશીનોમાં ઉમેદવારોનું ભાવિશીલ કરી. ચુંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવેલ સ્થળે સહીસલામત EVM પોંહચાડી ચુંટણી લક્ષી સામગ્રી જમા કરાવવાની કામગીરી મોડીરાત્ર સુધી કરવામાં આવી હતી. જે જનતાનાં ચુંટેલા ઉમેદવારોનું ભાવિ આજ રોજ EVM મશીનમાં શીલ કરાયેલ હતું તે  ચમકશે. 
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here