ઉધેમાંડવા ગામના 35 વર્ષીય યુવકને ઝેરી સાપ કરડી જતા તિલકવાડા આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા

રિપોર્ટર વસીમ મેમણ,
તિલકવાડા(નર્મદા)

તિલકવાડાં તાલુકાના ઉંધેમાંડવા ગામના 35 વર્ષીય યુવક ને કપાસ વીણવા ખેતર ગયા હોય તે દરમિયાન ઝેરી સાપ કરડી જવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ઉંધેમાંડવા ગામના રહેવાસી 35 વર્ષીય વિનોદભાઈ બચુભાઇ વસાવા ગત રોજ બપોરના બે વાગ્યા ના સમય ગાળા દરમિયાન ઉંધે માંડવા ગામ નજીક આવેલા ખેતરમાં કપાસ વીણવા માટે ગયા હતા તે દરમિયાન ખેતરમાં ઝેરી સાપ તેઓ ને કરડી જતા તેઓને તાત્કાલિક તિલકવાડા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા જ ફરજ પરના ડોક્ટરો દ્વારા તાત્કાલીક દર્દી ની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને હાલ તેઓ ભાનમાં હોવાનું જાણવા મળેલ છે.
સદર ઘટનાની જાણ તિલકવાડા પોલીસ મથકે થતા તિલકવાડા પોલીસ દ્વારા જાણવાજોગ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here