આગામી ૨૦ જાન્યુઆરીના રોજ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-૬ની પ્રવેશ પરીક્ષા યોજાશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં ૩૧ સ્થળો ખાતે કુલ ૭,૫૫૬ ઉમેદવારો પરીક્ષામાં બેસશે

વેજલપુર,જવાહર નવોદય વિદ્યાલય તરફથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા લિંક કરાઈ જાહેર

ભારત સરકાર સંચાલિત શિક્ષણ વિભાગ,જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર,જિલ્લો પંચમહાલ ખાતે આગામી તારીખ ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ અને શનિવારના રોજ ધોરણ ૬ માં પ્રવેશ માટેની પરીક્ષા યોજાશે. આ “જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા – ૨૦૨૪” માટે અરજી કરેલ વિદ્યાર્થીઓના વાલી શિક્ષકો અને આચાર્યશ્રીઓને જણાવવાનું કે નીચે આપેલ લિંક પરથી આપ તે પરીક્ષા માટેનું પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકશો. જેની લિન્ક નવોદય વિદ્યાલય સમિતિ અને શાળાની વેબ સાઇટ પર નીચે મુજબ છે. https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard પરીક્ષામાં બેસવા માટે પ્રવેશ પત્રની સાથે આધારકાર્ડ લાવવું ફરજિયાત છે. પરીક્ષા સ્થળે સવારે ૧૦:૩૦ કલાકે ઉમેદવારે પહોંચવાનું રહેશે.

પંચમહાલ જિલ્લામાં કુલ ૩૧ પરીક્ષા સ્થળો પર આ પરીક્ષાનું આયોજન કરાશે.જિલ્લાના કુલ ૭૫૫૬ ઉમેદવારોએ પરીક્ષામાં બેસવા માટે ઉમેદવારી નોંધાવી છે તેમ આચાર્યશ્રી જવાહર નવોદય વિદ્યાલય,વેજલપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here