શહેરા : વક્તાખાંટ પ્રા.શાળા ખાતે બી.એ.બારીઆ ખટકપુર ક્લસ્ટરના આચાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-

બી.એ.બારીઆ ખટકપુર ક્લસ્ટરની વક્તાખાંટ પ્રા.શાળા ખાતે બી.આર.સી.કૉ.ઓર્ડીનેટર શહેરા ડૉ.કલ્પેશ આર.પરમારની અધ્યક્ષતામાં વર્તમાન શૈક્ષણિક કામગીરીને ધ્યાનમાં રાખી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ક્લસ્ટરની તમામ શાળાઓમાં 100 % વિદ્યાર્થીઓની હાજરી, ગુણોત્સવ – 2.O ના પરિણામની શાળા કક્ષાએ સમીક્ષા કરી જરૂરી બાબતોમાં અપડેટ લેવું, પ્રાર્થના સભામાં સંગીતના સાધનોનો પૂરતો ઉપયોગ કરી વિદ્યાર્થીઓની કુમાર કન્યા મુજબ સરખી ભાગીદારી નક્કી કરવી, પરિપત્રની ગાઈડલાઈન મુજબ સમય પત્રક, દૈનિક નોંધ, આદર્શ પાઠ આયોજન, ઉત્તમ કા.પા.કાર્ય, TLM નિર્માણ, મૂલ્યાંકન તેમજ સ્વાધ્યાય કાર્ય કરાવીને નિયમિત અપડેશન લેવું. અધ્યયન અને અધ્યાપન અંતર્ગત એકમ કસોટીની ચકાસણી, ઉપચારાત્મક કાર્ય, સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ, સંસાધન અને તેનો ઉપયોગમાં ખાસ કરીને Microsoft Teams નો નિયમિત ઉપયોગ, સ્વચ્છ ભારત રજિસ્ટ્રેશન, કન્યાઓ માટે સ્વ રક્ષણ તાલીમ તેમજ વિશેષ દિવસની ઉજવણી કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. ઉત્તમ શૈક્ષણિક કાર્ય થાય તેવી અપેક્ષા રાખી હતી. સ્વાગત યજમાન શાળાના આચાર્ય રમણભાઈ પટેલ તેમજ આભાર વિધિ સદનપુર પ્રા.શાળાના આચાર્ય અરવિંદભાઈ પંચાલે કરી હતી. સમગ્ર સંચાલન તેમજ વર્તમાન શૈક્ષણિક મુદ્દાઓની ચર્ચા બી.એ.બારીઆ ખટકપુર સી.આર.સી.કો.ઓર્ડીનેટર શ્રવણભાઈ લબાના દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ગદર્શન મિટિંગ સુખદ રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here